Fixed Deposit

Bank FD increased: આ સરકારી બેંકે પહેલ કરી અને FD પર વ્યાજ વધાર્યું, જાણો તેના વિશે…

Bank FD increased: બેંક ઓફ ઈન્ડિયાએ 2 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોજિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો

બિજનેસ ડેસ્ક, 06 એપ્રિલ: Bank FD increased: બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ 2 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોજિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા દરો 1 એપ્રિલથી લાગુ થશે. વ્યાજ દરમાં સુધારા પછી, બેંકે 501 દિવસની વિશેષ ‘શુભ આરંભ ડિપોઝિટ’ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.

નવા નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવેલા ‘શુભ આરંભ ડિપોઝિટ’ પ્રોગ્રામ પર વરિષ્ઠ નાગરિકો માટે 7.65%, નિયમિત ગ્રાહકો માટે 7.15% અને ખૂબ જ વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે 7.8% વ્યાજ દર ઓફર કરે છે.

બેંકની યોજના હેઠળ 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછા સમયમાં પાકતી થાપણો (501 દિવસ સિવાય) 6.00% વ્યાજ દર મેળવશે અને 501 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.15% વ્યાજ મળશે.

વિશેષ FD હેઠળ કેટલું વ્યાજ

આ સ્પેશિયલ FD હેઠળ બેંક 5 વર્ષથી 10 વર્ષની મુદત પર 7.50 ટકા વ્યાજ આપી રહી છે. જો તમે આ એફડીમાં રોકાણ કરવા માંગો છો, તો તમે બેંક શાખા, ઇન્ટરનેટ બેંકિંગ અથવા યોનો દ્વારા બુક કરી શકો છો. આ વિશેષ FD વરિષ્ઠ નાગરિકોની આવકને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Anil ambani news: બોમ્બે હાઈકોર્ટ તરફથી અનિલ અંબાણીને મોટી રાહત, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો