Anil Ambani will Be Debt Free

Anil Company Paid Off A Large Loan: અનિલ અંબાણીએ મોટી લોનની કરી ચૂકવવાની સાથે જ શેરમાં આવ્યો ઉછાળો, રોકાણકારોમાં આનંદનો માહોલ

Anil Company Paid Off A Large Loan: ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે લોન મુક્ત કરાર પર હસ્તાક્ષર કર્યા

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 27 માર્ચઃ Anil Company Paid Off A Large Loan: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લોનની ચુકવણી પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. રિલાયન્સ પાવરની બે સબસિડિયરી કંપનીઓએ ઓથમ ઇન્વેસ્ટમેન્ટની શાખા રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથે રૂ. 1023 કરોડની લોનનું સમાધાન કર્યું છે.

આ પણ વાંચોઃ Deadline for RTE : RTE હેઠળ ફોર્મ ભરવાની મુદ્દતમાં કરાયો વધારો, જાણો છેલ્લી તારીખ- વાંચો વિગત

કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે રિલાયન્સ પાવર લિમિટેડની બે સબસિડિયરી કંપનીઓ, કાલાઈ પાવર પ્રાઈવેટ લિમિટેડ અને રિલાયન્સ ક્લીન્જેન લિમિટેડ, સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ (RCFL) સાથે લોન સેટલમેન્ટ અને કરાર કર્યા છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે લોન મુક્ત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

કંપનીએ કહ્યું કે તેણે રૂ. 1,023 કરોડની લોનની ચુકવણી કરી છે. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથેનો લોન કરાર રિલાયન્સ પાવરે મહારાષ્ટ્રમાં તેના 45 મેગાવોટનો પવન ઉર્જા પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચવાની જાહેરાત કર્યાના દિવસો બાદ થયો છે.

આ પણ વાંચોઃ Shiv Shakti landing point: IAUની મંજૂરી બાદ, ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને હવે સત્તાવાર રીતે ‘શિવ શક્તિ પોઇન્ટ’ કહેવામાં આવશે- વાંચો વિગત  

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો