RTE

Deadline for RTE : RTE હેઠળ ફોર્મ ભરવાની મુદ્દતમાં કરાયો વધારો, જાણો છેલ્લી તારીખ- વાંચો વિગત

Deadline for RTE : શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી કરી અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે

whatsapp banner

નવી દિલ્હી, 27 માર્ચઃ Deadline for RTE : રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી.  અગાઉ 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે વાલીઓની માંગણીઓ સમયગાળો વધારવાની હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. જાહેર રજાઓ વધવાના કારણે મુદત વધારવામાં આવી છે. RTE હેઠળ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હવે 30 માર્ચ છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અત્યાર સુધી 2.8 લાખ ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચોઃ Shiv Shakti landing point: IAUની મંજૂરી બાદ, ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને હવે સત્તાવાર રીતે ‘શિવ શક્તિ પોઇન્ટ’ કહેવામાં આવશે- વાંચો વિગત  

રાજ્યમાં ગરીબ પરિવારના બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઇનો કાયદો લાવવામાં આવ્યો છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે. ત્યાર બાદ વિદ્યાર્થીને રહેણાંકની નજીકની ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોય છે. શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી કરી અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે.

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી

RTE હેઠળ 14 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે 13 દિવસનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ આ દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા જરુરી આધાર પુરાવા માટે વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદામાં વધારા માટે માંગણી ઉઠી હતી.જેને લઇ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. 30 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ https://rte orpgujarat.com/ પર જઈ અરજી કરી શકશે.

RTE 2024-25 માટે કોણ અરજી કરી શકે છે?

  • બાળક ગુજરાતમાં રહેતુ હોવું જોઇએ
  • બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય. 
  • પરિવારની વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.

જરૂરી દસ્તાવેજો

  • જન્મ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
  • બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે

વાલીના દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • આવકનો દાખલો 

આ પણ વાંચોઃ Corona with H1N1 Case in Gujarat: ગુજરાતમાં H1N1ની સાથે ફરી કોરોનાએ કરી એન્ટ્રી, જાણો કેટલા કેસ નોંધાયા?

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો