Asahi songwon

Asahi songwon: ગુજ્જુ કંપનીએ માત્ર 3 મહિનામાં 67.54% ગ્રોથ સાથે કરી 96.87 કરોડની કમાણી, દહેજમાં અઝો પીગમેન્ટનુ ઉત્પાદન શરૂ

Asahi songwon: ઈંક, પ્લાસ્ટિક્સ, પેઈન્ટ, ટેક્ષ્ટાઈલ અને પેપર ઉદ્યોગ માટે પીગમેન્ટસનુ ઉત્પાદન કરતી અસાહી સોંગવોન કલર્સ લિમિટેડે તા. 30 જૂન, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાનાં પરિણામોની જાહેરાત કરી

બિઝનેસ ડેસ્ક, 10 ઓગષ્ટઃ Asahi songwon: ઈંક, પ્લાસ્ટિક્સ, પેઈન્ટ, ટેક્ષ્ટાઈલ અને પેપર ઉદ્યોગ માટે પીગમેન્ટસનુ ઉત્પાદન કરતી અસાહી સોંગવોન કલર્સ લિમિટેડે તા. 30 જૂન, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાનાં પરિણામોની જાહેરાત કરી છે. ત્રિમાસિક ગાળાનાં પરિણામો અંગે પ્રતિભાવ આપતાં કંપનીના જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર અને સીઈઓ ગોકુલ એમ. જયક્રિષ્ના જણાવે છે કે ASCI ખાતે અમે દ્રઢપણે માનીએ છીએ કે કપરા સમયમાં સંસ્થાની ઉત્તમ બાબતો બહાર આવે છે. અને આ કહેવત અમારા માટે સાચી ઠરી છે.

દુનિયા જ્યારે પહેલી લહેરનો સામનો કરી રહી હતી, બીજી લહેરે ફરી વાર તબાહી મચાવી હતી અને ફરી એક વાર દુનિયાને સ્થગિત કરી દીધી હતી ત્યારે નાણાંકીય વર્ષ અજંપા સાથે શરૂ થતાં અમારી તાકાત સપાટી ઉપર આવી હતી. આ તકે હું કપરા સમયમાં અમારા પ્લાન્ટ અને હેડઓફિસ(Asahi songwon)ના લોકોને તેમણે કરેલા અથાક પ્રયાસો બદલ શ્રેય આપુ છું. અમારી સામે પડકારો ઉભા હોવા છતાં જે રીતે ટીમે સાથે મળીને પડકારોનો ઝડપથી સામનો કરીને અત્યાર સુધીનુ સૌથી વધુ ટર્નઓવર હાંસલ કર્યુ છે.

આ પણ વાંચોઃ Attack Hindu temples in Bangladesh: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં ચાર મંદિર, હિંદુઓના 100 ઘરો-દુકાનોમાં ભારે તોડફોડ- વાંચો સંપૂર્ણ વિગત

અમે અપેક્ષારાખીએ છીએ કે આગામી સમયમાં કોવિડ-19 વાયરસની પરિસ્થિતિ હળવી થતાં અને રસીકરણના દરમાં વધારો થતાં
આર્થિક પરિસ્થિતિમાં વધુ સુધારો થશે. પરિણામો અંગેપ્રતિભાવ આપતાં કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેકટર અર્જુન જી. જયક્રિષ્નાએ જણાવ્યુ હતું કે“અમે અમારી પ્રોડકટ બાસ્કેટમાં વૃધ્ધિ કરી, ઓર્ગેનિક કલર્સની વિસ્તૃત રેન્જ રજૂ કરીને સૌથી મોટી પીગમેન્ટ કંપનીઓમાંની એક બનવાનાપંથે સારી રીતે આગળ ધપી રહયા છીએ.અમને કંપનીના બિઝનેસના એકંદર દેખાવથી સંતોષ છે. કંપની(Asahi songwon)એ તેની સૌથી વધુ ત્રિમાસિક આવક હાંસલ કરી છે. ઈનપુટની કિંમતોમાં વધારો થતાં એબીટા માર્જીન સંકોચાયા છે. ઈનપુટનો ખર્ચ ઘટવાની શરૂઆત થઈ ગઈ છે અને આગળ જતાં એબીટા માર્જીન ઉંચા સ્તરે પહોંચશે.”

કંપની(Asahi songwon) એવા વળાંકના તબક્કે છે કે જ્યારે અઝો સેગમેન્ટમાં રૂ. 82 કરોડનાં રોકાણો થયાં છે,જે મધ્યમથી લાંબા ગાળે વળતર આપવાનુ શરૂ કરશે. અમે દહેજમાં અઝો પીગમેન્ટનુ ઉત્પાદન શરૂ કર્યુ છે. અને સેમ્પલીંગને પ્રારંભમાં ઘણો સારો પ્રતિભાવ હાંસલ થયો છે.

ભારતનુ અઝો પીગમેન્ટ બજાર તકોના દરીયા સમાન છે અને અમે અમારી તાકાતનો લાભ મેળવવા માટે આશાવાદી છીએ. અમને વિશ્વાસ છે કે વર્ષ 2021ના અંત સુધીમાં દર મહીને 40 ટકા વપરાશના સ્તરે પહોંચીશુ અને અમે જ્યારે 50 ટકા સુધી પહોંચીશું ત્યારે અમે ક્ષમતા બમણી કરીને 4800 ટન સુધી પહોંચાડીશું.”

આ પણ વાંચોઃ World Lion Day: વડાપ્રધાન મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા પાઠવી શુભેચ્છા


તા. 30 જૂન, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાનાં સ્ટેન્ડએલોન નાણાંકીય પરિણામોની વિશેષતા:

  • અહેવાલના ત્રિમાસિક ગાળા દરમ્યાન કંપનીની કામગીરીની આવક રૂ.96.87 કરોડ થઈ જે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં 7.23 ટકાનો અને વાર્ષિક ધોરણે 67.54 ટકાની વૃધ્ધિ દર્શાવે છે.
  • કંપનીએ અહેવાલના ત્રિમાસિક ગાળામાં રૂ.12.07 કરોડની વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કમાણી (EBITDA) દર્શાવી છે. જે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં 9.00 ટકાનો ઘટાડો અને વાર્ષિક ધોરણે 9.63 ટકાની વૃધ્ધિ દર્શાવે છે.
  • અહેવાલના ત્રિમાસિક ગાળામાં એબીટા માર્જીન 12.47 ટકા રહ્યો છે. જે અગાઉના વર્ષે સમાન ગાળામાં14.65 ટકા અને અગાઉના નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં (Q4FY21).19.05 ટકા હતો.
  • અહેવાલના ત્રિમાસિક ગાળામાં રૂ. 6.82 કરોડનો ચોખ્ખો નફો થયો છે જે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં 28.44 ટકાનો અને વાર્ષિક ધોરણે 4 ટકાનો ઘટાડો દર્શાવે છે.
  • તા. 30 જૂન, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાની એકંદર નાણાંકીય વિશેષતાઓ અહેવાલના ત્રિમાસિક ગાળામાં કામગીરીની આવક રૂ. 96.96 કરોડ થઈ છે, જે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં 7.16 ટકા અને વાર્ષિક ધોરણે 67.69 ટકાની વૃધ્ધિ દર્શાવે છે.
  • અહેવાલના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 10.32 કરોડની વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કમાણી (EBITDA) દર્શાવી છે જે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં 16.71 ટકાનો અને વાર્ષિક ધોરણે 6.27 ટકાનો ઘટાડો દર્શાવે છે.
  • અહેવાલના ત્રિમાસિક ગાળામાં એબીટા માર્જીન રૂ.10.64 ટકા નોંધાયો છે. જે અગાઉના વર્ષે સમાન ગાળામાં 13.70 ટકા અને અગાઉના વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં 19.05 ટકા હતો.
Whatsapp Join Banner Guj