north indian wedding traditions 4011 800x426 1 edited e1623321053198

Home son-in-law practice: આ ગામમાં દીકરીઓ લગ્ન પછી લાવે છે ઘર જમાઇ, 400 પરિવારોમાં આ રીતે થયા છે દીકરીના લગ્ન- વાંચો આ ગામ વિશે

Home son-in-law practice: ગામની વિશેષતા એ છે કે પુત્રીઓને પુત્રોના બરાબર શિક્ષા અને અન્ય સુવિદ્યાઓ આપવામાં આવે છે. આ ગામમાં પુત્રીઓ એ દરેક કામ કરે છે જે પુત્ર કરી શકે છે

નવી દિલ્હી, 10 માર્ચઃ Home son-in-law practice: મહિલા સશક્તિકરણના અનેક ઉદાહરણ તમે વાચ્યા અને જોયા હશે, પણ કૌશાંબીના કરારીનગરનુ પુરવા ગામ અનેક રીતે સામાજીક દાયરાને તોડનારો છે. આ જમાઈઓનુ ગામ છે. ચોંકી ગયા ને.. પણ આ હકીકત છે. પરંપરા કહો.. કે મહિલાઓની શક્તિ.. લગ્ન પછી પતિઓને અહી આવીને રહેવાનો રિવાજ એવો ચાલ્યો કે હવે 400 પરિવારની આ સ્ટોરી છે. લગ્ન પછી પુત્રોને પરણીને અહી લાવીને પુત્રીઓ પરિવાર ચલાવી રહી છે. 

આ ગામમાં રહેતા મોટાભાગના લોકો બહારના છે, જેમણે લગ્ન પછી ગામમાં પડાવ નાખ્યો છે. સાસરિયાંના બંધનમાંથી મુક્ત થઈને અહીં પરિણીત સ્ત્રી તેના પતિ સાથે સમાન ધોરણે રહીને તેને દરેક રીતે મદદ કરે છે. આ ગામમાં રહેતા પુરુષોની સાથે ગામની મહિલાઓ પણ પરિવાર ચલાવવામાં પતિને મદદ કરે છે.

જેના માટે તે ઘરે બીડી બનાવવાનું કામ કરે છે. આમાંથી મળેલી આવક તે પરિવારના ભરણપોષણ માટે ખર્ચે છે. આ ટ્રેન્ડ ગામમાં નવો નથી. દાયકાઓથી જમાઈઓ અહીં પરિવારને સ્થાયી કરે છે. આ ગામમાં 70 થી 25 વર્ષની વયજૂથના જમાઈ પરિવાર સાથે સુખેથી રહે છે.

ગામની વિશેષતા એ છે કે પુત્રીઓને પુત્રોના બરાબર શિક્ષા અને અન્ય સુવિદ્યાઓ આપવામાં આવે છે. આ ગામમાં પુત્રીઓ એ દરેક કામ કરે છે જે પુત્ર કરી શકે છે. જેના પર કોઈ પ્રકારની કોઈ રોકટોક નથી. 20 વર્ષ પહેલા પતિ સાથે ગામમાં રહેવા માટે આવેલી યાસમીન બેગમનુ માનીએ તો સાસરિયામા કેટલી પણ આઝાદી કેમ ન હોય, પણ સાસરિયામાં કેટલાક બંધનો હોય જ છે. અહી પતિ સાથે રહેતા તે પોતાની મરજીથી રોજગાર પણ કરી શકે છે. 

આ પણ વાંચોઃ Pakistani woman thanked PM Modi: યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીએ PM મોદીનો માન્યો આભાર- જુઓ વીડિયો

નગર પંચાયત ક્ષેત્ર કરારીમાં વસેલા જમાઈઓએ અહી પુરવામાં દરેક પ્રકારની સુવિદ્યાઓ છે. અહી રહેવા માટે નગર પંચાયતની સુવિદ્યા સાથે જ વિદ્યાલય અને બજાર પણ છે.  ફતેહપુરના રહેવાસી ફિરદૌસ અહેમદ પણ 22 વર્ષ પહેલા દીકરી સાથે લગ્ન કર્યા બાદ અહીં રહેતા હતા. ફિરદૌસની જેમ સબ્બર હુસૈન પણ તેની પત્નીના મામાના ઘરે આવ્યા અને પોતાનું ઘર બનાવ્યું. તેઓના કહેવા મુજબ લગ્ન બાદ જ્યારે તે તેની પત્ની સાથે તેના ગામ ગયો હતો. તેમના ગામમાં સુવિધાઓના અભાવે તેમને અહીં આવવાની પ્રેરણા આપી. બાળકોના શિક્ષણ અને રોજગારની સગવડને કારણે તે પણ કાયમ માટે જમાઈના ગામમાં આવીને સ્થાયી થઈ ગયો.

અહી જમાઈઓની છે અનેક પેઢી  

અહી કેટલાક પરિવાર તો એવા છે જ્યા સસરા પણ ઘર જમાઈ બનીને અહી આવ્યા હતા. ગામના સંતોષ કુમારનુ માનીએ તો તેમના સસરા રામખેલાવને ગામની પુત્રી પ્યારી હેલા સાથે લગ કરી લીધા. ત્યારબાદ અહી રહેવા લાગ્યા. તેઓ પણ તેમની પુત્રી ચંપા હેલા સાથે લગ્ન કરીને અહી ગામમાં વસી ગયા હતા.  

બરાબરીનો અધિકાર દરેક ગામમાં હોવો જોઈએ 

સભાસદ યશવંત યાદવ મુજબ મહિલા અને પુરૂષ સાથે કામ કરે છે. તેથી ઘરેલુ વિવાદ પણ ઓછા થાય છે. બહારથી આવીને વસનારાઓનુ સમ્માન એ જ રીતે થાય છે જે રીતે ઘરના જમાઈનુ થાય છે.  તેથી લોકો આવીને અહી રહેવા પણ ઈચ્છે છે.  દરેક સુવિદ્યાનુ પણ ધ્યાન રાખવામા આવે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.