Sonali phogat post mortem report

Sonali phogat post mortem report: સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો, શરીર પર ઈજાના ઘણા નિશાન- વાંચો વિગત

Sonali phogat post mortem report: પોલીસે ફોગાટના ભાઈની ફરિયાદના આધાર પર પોસ્ટમોર્ટમ બાદ તેના બે સગયોગીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો

મુંબઇ, 26 ઓગષ્ટઃ Sonali phogat post mortem report: ગોવા પોલીસે ભારતીય જનતા પાર્ટીની નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતના મામલામાં હત્યાનો કેસ દાખલ કરી લીધો છે. પોલીસે ફોગાટના ભાઈની ફરિયાદના આધાર પર પોસ્ટમોર્ટમ બાદ તેના બે સગયોગીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. આ વચ્ચે સોનાલી ફોગાટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. તે પ્રમાણે તેના શરીરમાં ઈજાના ઘણા નિશાન છે. અધિકારીએ જણાવ્યું કે સોનાલીના રિપોર્ટમાં શરીર પર વસ્તુથી બળજબરીપૂર્વક વાર કરવાનો ઉલ્લેખ છે. 

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 42 વર્ષીય ફોગાટના મોત સાથે જોડાયેલા કેસમાં ઈન્ડિયન પીનલ કોડની કલમ 302 (હત્યા) ને પણ જોડવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ મામલામાં સુધીર સાંગવાન અને સુખવિંદર વાસીને આરોપી બનાવવામાં આવ્યા છે. ફોગાટ 22 ઓગસ્ટે જ્યારે ગોવા પબોંચી હતી તો સાંગવાન અને વાસી તેની સાથે હતા. 

આ પણ વાંચોઃ Ban imposed on export of flour: ખાદ્ય મોંઘવારી રોકવા કેન્દ્ર સરકારનો લીધો મોટો નિર્ણય, લોટની નિકાસ પર લગાવ્યા પ્રતિબંધ

બંનેને પૂછપરછ માટે ગોવા પોલીસે સમન્સ પાઠવ્યું છે. પોલીસ સોનાલી ફોગાટના રહેવાથી લઈને તેના કાર્યક્રમ વિશે સ્ટાફની પૂછપરછ કરશે. સોનાલી ફોગાટના ભાઈ રિંકા ઢાકાએ બંને વિરુદ્ધ બુધવારે અંજુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આજે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 

ફોગાટના ભાઈ ઢાકાએ ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેની બહેનની બે સાથીઓએ હત્યા કરી છે. રિંકૂએ કહ્યુ કે મોતના થોડા સમય પહેલા ફોગાટે પોતાના  માતા, બહેન અને દેર સાથે વાત કરી હતી. ત્યારે તે ડરેલી હતી અને પોતાના બે સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ કરી રહી હતી. 

ઢાકાએ દાવો કર્યો કે તેની બહેનના મોત બાદ તેના હરિયાણા સ્થિત ફાર્મ હાઉસથી સીસીટીવી કેમેરા, લેપટોપ અને અન્ય મહત્વપૂર્ણ સામાન ગાયબ થઈ ગયો. ઢાકાએ પોલીસ ફરિયાદમાં તે પણ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા ફોગાટના એક સગયોગીએ તેના ભોજનમાં કંઈક ભેળવીને તેનું યૌન શોષણ કર્યું હતું અને બાદમાં તેને બ્લેકમેલ કરી. આ ફરિયાદ પર હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. 

આ પણ વાંચોઃ 2 days of Amavsya: 2 દિવસ બને છે અમાસનો યોગ, શુક્રવારની અમાસને માનવામાં આવે છે શુભ- વાંચો વિગત

Gujarati banner 01