Big Bazaar renamed

Big Bazaar renamed: Big Bazaarનું નામ બદલાઈ જશે, હવે આ નવા નામથી સ્ટોર શરૂ થશે

Big Bazaar renamed: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહથી જ બિગ બઝારને તેના હાથમાં લેવાની શરૂઆત

બિઝનેસ ડેસ્ક, 12 માર્ચઃ Big Bazaar renamed: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહથી જ બિગ બઝારને તેના હાથમાં લેવાની શરૂઆત કરી દીધી છે. હવે કંપનીએ ફ્યુચર ગ્રુપની આ બ્રાન્ડનું નામ બદલવાની તૈયારી પણ કરી લીધી છે. આ માટે રિલાયન્સ રિટેલે એક નવી યોજના બનાવી છે. કંપની ફ્યુચર ગ્રુપ લોકેશન્સ પર નવી રિટેલ સ્ટોર બ્રાન્ડ ‘સ્માર્ટ બાઝાર’ લોન્ચ કરવાની છે. આ સ્ટોર્સમાં રિલાયન્સ રિટેલના સ્માર્ટ સુપર માર્કેટની સરખામણીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મીડિયમ રેન્જના ગાર્મેન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવશે જેથી સ્ટોર સાથે ગ્રાહકોની કનેક્ટિવિટી વધે.

Big Bazaarનું નામ બદલાઈ જશે
રિલાયન્સ રિટેલ તે દરેક જગ્યાએ નવા રિટેલ સ્ટોર ખોલવાના છે જ્યાં પહેલાં Big Bazaar હતા. આ નવા સ્ટોરનું નામ સ્માર્ટ બાઝાર નક્કી કરવામાં આવ્યું છે. રિલાયન્સ રિટેલ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ સેક્ટરની કંપની છે. તે રિલાયન્સ ટ્રેન્ડ્ઝ, રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ ડિજિટલ જેવા રિટેલ સ્ટોર પહેલેથી ઓપરેટ કરે છે.

950 જગ્યાએ ખુલશે Smart Bazaar
રિલાયન્સ રિટેલનું પ્લાનિંગ 950 જગ્યાઓ પર તેમના પોતાના સ્ટોર ખોલવાનું છે. આ દરેક લોકેશન કંપનીએ ફ્યુચર ગ્રુપથી પોતાના નિયંત્રણમાં લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમાંથી અંદાજે 100 લોકેશન પર કંપની આ મહિને જ સ્માર્ટ બાઝાર નામથી સ્ટોર ખોલશે. જોકે આ વિશે હજી રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપ તરફથી હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

સ્ટોરનો વિસ્તાર વધારવામાં આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફ્યુચર ગ્રુપના સેન્ટ્રલ જેવા મોટા સ્ટોર 60 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા છે. તેનો વિસ્તાર વધારીને 1 લાખ સ્ક્વેર ફૂટ કરવામાં આવશે. રિલાયન્સ ગ્રુપ હવે સ્માર્ટ બાઝારનું નવું ફોર્મેટ રિલાયન્સ મોલ જેવું બનાવવનું વિચારી રહ્યા છે. જોકે સ્માર્ટ બાઝાર દરેક ફોર્મેટનું મિક્સ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર તરીકે બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Black Hairy Tongue Syndrome: આ વ્યક્તિના જીભ પર ઉગ્યા વાળ, વાંચો શું છે મામલો?

17,000 કરોડના દેવામાં કંપની
રિલાયન્સ આ એસેટ્સને ફ્યુચર ગ્રુપને સોંપી રહ્યું છે. આ એસેટ્સ હવે 17,000 કરોડના દેવાના પેમેન્ટ માટે બેન્કોને આપવામાં આવશે. આવું એટલે થયું કારણકે ફ્યુચર ગ્રુપે નાદારી નોંધાવી. રિલાયન્સ છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી બિગ બાઝાર, ઈઝી ડે, હેરિટેજ અને FBB સ્ટોર્સના સ્ટોક માટે પેમેન્ટ કરી રહી છે. કુલ 950 આઉટલેટ્સ હવે એવા છે જે બંધ થઈ ગયા છે અને હાલ રિલાયન્સના કબજામાં છે.

આ રીતે Big Bazzarનું ટેક ઓવર કરાયું
ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે 24,713 કરોડનો એક વર્ષ પહેલાં સોદો થયો હતો. પરંતુ એમેઝોનના કેસના કારણે આ સોદો પૂરો નહતો થયો. ગયા સપ્તાહથી રિલાયન્સે તેમનું વર્તન આક્રમક કરીને ફ્યુચર ગ્રુપના બિગ બાઝારને તેમના હાથમાં લેવાનું શરૂ કરી દીધું છે. રિલાયવ્સે પહેલાં બિગ બાઝાર સ્ટોરની લીઝને પોતાના નામે કરી લીધી છે અને ફ્યુચરને ઓપરેટ કરવા પણ આપી દીધી. હવે રિલાયન્સ આ વાતે સ્ટોર્સના નિયંત્રણ તેમના હાથમાં લેવા લાગી છે. કારણકે ફ્યુચર હવે તેનું ભાડું ચૂકવવા માટે અસમર્થ છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.