Death of baby girl

Death of baby girl: ખરેખર માનવતા મરી પરવારી..! બાળકીને જન્મના ત્રણ કલાકમાં જ કચરાના ઢગલામાં નાંખી દેતાં મોત

Death of baby girl: લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો

સુરત, 12 માર્ચઃ Death of baby girl: સુરતમાં ગુનાખોરી વધી રહી છે તેની સાથે માનવતાને પણ લોકો ભુલી રહ્યાં છે. ગ્રિષ્મા હત્યા કેસ બાદ અનેક એવા કિસ્સાઓ આવ્યાં જે ચર્ચામાં રહ્યાં છે. પરંતું હાલમાં સુરતમાં બાળકીના જન્મ થયાના ત્રણ કલાક પહેલાં નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગલાંમાં નાખી દેતા મૃત હાલતમાં મળી આવી હતી.

લિંબાયતના ગણેશનગર-1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા ઉપરથી મળી આવેલા બાળકીના મૃતદેહને જોઈ લોકોએ જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે લોકોને જોઈ દુઃખ થાય છે. બાળકીનો મૃતદેહ કચરાના ઢગલા પર પડેલો હતો અને લોકો વીડિયો-ફોટો બનાવી રહ્યા હતા. જોકે ઘટનાને લઈ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી.

આ પણ વાંચોઃ Big Bazaar renamed: Big Bazaarનું નામ બદલાઈ જશે, હવે આ નવા નામથી સ્ટોર શરૂ થશે

લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં એક તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. પી.સી.આર વાનના કાર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઇ 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા.

આ નવજાત તાજું જન્મેલી બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા સારુ આ કોઈ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.