Bitcoin

Bitcoin : બિટકોઈનના ભાવમાં વધારો, છેલ્લા 24 કલાકમાં ટ્રેડિંગ દરમિયાન કિંમત 73,661 ડોલર પર પહોંચી 

Bitcoin : બિટકોઇનની કિંમત પ્રથમ વખત 73,000 ડોલર (એટલે કે 60,50, 659 રૂપિયા) સુધી પહોંચી

બિઝનેસ ડેસ્ક, 14 માર્ચઃ Bitcoin : બિટકોઈનના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બુધવારે ટ્રેડિંગ દરમિયાન, તેની કિંમત પ્રથમ વખત 73,000 ડોલર (એટલે કે 60,50, 659 રૂપિયા) સુધી પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત 73,661 ડોલર પર પહોંચી ગઈ છે.

અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા થોડા વધુ રહ્યા છે પરંતુ રોકાણકારોનું કહેવું છે કે આનાથી વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતામાં કોઈ ફરક પડશે નહીં. એવું માનવામાં આવે છે કે યુએસ ફેડરલ બેંક આ વર્ષના મધ્યમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. જેના કારણે બિટકોઈનની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ BJP Second List: ભાજપની 72 ઉમેદવારોની બીજી યાદી થઇ જાહેર, ગડકરી, અનુરાગ ઠાકુર સહિત મૈસુરથી રાજપરિવારના યદુવિર સામેલ- વાંચો લિસ્ટ

બુધવારે ટ્રેડિંગ દરમિયાન, તેની કિંમત પ્રથમ વખત  73,000 ડોલરની સપાટી કુદાવી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ટ્રેડિંગ દરમિયાન બિટકોઈનની કિંમત વધીને 73,661ડોલર પર પહોંચી ગઈ છે.અમેરિકામાં લેટેસ્ટ ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવમાં 0.36ટકાનો વધારો થયો છે. તે 0.3 ટકાની ઝડપે વધવાની ધારણા હતી. ઇંધણ અને આશ્રયના ભાવમાં વધારાને કારણે વાર્ષિક ધોરણે કોર ફુગાવો નજીવો ઘટીને 3.8 ટકા થયો હતો. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો