BJP Second List

BJP Second List: ભાજપની 72 ઉમેદવારોની બીજી યાદી થઇ જાહેર, ગડકરી, અનુરાગ ઠાકુર સહિત મૈસુરથી રાજપરિવારના યદુવિર સામેલ- વાંચો લિસ્ટ

BJP Second List: હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનારા મનોહરલાલ ખટ્ટર આ યાદીમાં સામેલ

નવી દિલ્હી, 14 માર્ચઃ BJP Second List: લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં કુલ ૭૨ નામ જાહેર કરાયા છે. જેમાં ગુજરાતની સાત બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉ યાદીમાં સામેલ નહોતા તેવા નામ પણ સામે આવ્યા છે.

બીજી યાદીમાં નિતિન ગડકરી, પિયુષ ગોયલ, હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનારા મનોહરલાલ ખટ્ટર, અનુરાગ ઠાકુર વગેરેનો સમાવેશ કરાયો છે. બીજી યાદીમાં ખટ્ટર ઉપરાંત અન્ય બે પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરાખંડના ત્રિવેંદ્રસિંહ રાવત, કર્ણાટકના બસવરાજ બોમ્મઇનો પણ સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, મૈસુર બેઠક પરથી રોયલ પરિવારમાંથી આવતા યદુવીર વાડિયારને ટિકિટ આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ NHAI Updates FASTag Provider List : NHAIની સુધારેલી યાદી મુજબ હવે આ બેંકો અથવા NBFCs FASTag સેવા ઉપલબ્ધ રહેશે- વાંચી લો લિસ્ટ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો