Paytm chooses New Bank

Paytm chooses New Bank: paytmને મળ્યો નવો પાર્ટનર, દેશની સૌથી મોટી બેન્કને મળશે કરોડો નવા ગ્રાહક- વાંચો વિગત

Paytm chooses New Bank: Paytm SBI સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) બની શકશે

બિઝનેસ ડેસ્ક, 14 માર્ચઃ Paytm chooses New Bank: Paytm એ આખરે 15 માર્ચની સમયમર્યાદા પહેલા તેના નવા પાર્ટનરને શોધી કાઢ્યો છે. Paytm ની મૂળ કંપની One97 Communications એ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે હાથ મિલાવ્યા છે. 

અત્યાર સુધી, Paytm નો UPI બિઝનેસ તેની પેટાકંપની Paytm પેમેન્ટ્સ બેંક પર નિર્ભર હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેમેન્ટ બેંક પર બિઝનેસ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ Paytm પાર્ટનર બેંકની શોધમાં હતી. હવે Paytm SBI સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) બની શકશે.

આ પણ વાંચોઃ Bitcoin : બિટકોઈનના ભાવમાં વધારો, છેલ્લા 24 કલાકમાં ટ્રેડિંગ દરમિયાન કિંમત 73,661 ડોલર પર પહોંચી 

મળેલા અહેવાલ અનુસાર, અગાઉ Paytm એ TPAP ભાગીદારી માટે એક્સિસ બેંક, યસ બેંક અને HDFC બેંક સાથે હાથ મિલાવ્યા હતા. એક દિવસ પહેલા જાહેર કરાયેલા અહેવાલમાં, આ જ બેંકો Paytm સાથે જોડાણ કરવામાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું. ગત મહિને વન 97 કોમ્યુનિકેશન્સ (ઓસીએલ) એ તેનું નોડલ અથવા એસ્ક્રો એકાઉન્ટ એક્સિસ બેંકને સોંપ્યું હતું. કંપનીએ BSEને પણ આ માહિતી આપી હતી. તેની મદદથી, Paytm દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારનારા વેપારીઓ 15 માર્ચની અંતિમ તારીખ પછી પણ કામ કરી શકશે.

આશા છે કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પણ 15 માર્ચ સુધીમાં Paytmને TPAP લાઇસન્સ આપશે. આ લાઇસન્સ મળ્યા બાદ ગ્રાહકો સરળતાથી Paytm UPI નો ઉપયોગ કરી શકશે. Paytm પેમેન્ટ્સ બેંકે 15 માર્ચ પછી તેની કામગીરી બંધ કરવી પડશે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો