magh purnima 2024

Magh Purnima 2024: આજે માઘપૂર્ણિમા, રાત્રે કરો આ કામ- મળશે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ

Magh Purnima 2024: આજે પ્રાતઃ કાળથી લઇ સાંજે 6 વાગ્યાને 3 મિનિટ સુધી તમે કોઈ પણ માતાની આરાધના કરી શકો છો.

ધર્મ ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ Magh Purnima 2024: હિન્દુ શાસ્ત્ર અનુસાર, માઘપૂર્ણિમાને ખુબ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ વર્ષે માઘપૂર્ણિમાનું વ્રત આજે એટલે 24 ફેબ્રુઆરી 2024ના રોજ રાખવામાં આવશે. આજના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખાસ કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ આજના દિવસે શ્રી હરિ અને માતા લક્ષ્મી પાસે જે માંગે છે એને મળે છે.

આ પણ વાંચોઃ Bosch Employees: હોમ એપ્લાયંસ કંપનીના કર્મચારીઓ પર છંટણીના વાદળો, જાણો શું છે સંપૂર્ણ યોજના

માતા લક્ષ્મીની પૂજાનું શુભ મુહૂર્ત

હિન્દુ પંચાંગ અનુસાર, માઘપૂર્ણિમાનો પ્રારંભ 23 ફેબ્રુઆરી 2024થી થયો હતો, જેનું સમાપન આજે એટલે 24 ફેબ્રુઆરી 2024ના રોજ થશે. જો કે માઘ પૂર્ણિમાનું વ્રત આજે રાખવામાં આવશે. ત્યાં જ મહા લક્ષ્મીની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6.03 સુધી રહેશે. આજે પ્રાતઃ કાળથી લઇ સાંજે 6 વાગ્યાને 3 મિનિટ સુધી તમે કોઈ પણ માતાની આરાધના કરી શકો છો.

માઘપૂર્ણિમાના ચમત્કારી ઉપાય

હિન્દુ શાસ્ત્ર અનુસાર, માઘપૂર્ણિમાની રાતે એક ઉપાય કરવો ખુબ લાભકારી હોય છે. એનાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. સાથે જ માતા લક્ષ્મી અને ચંદ્ર દેવના આશીર્વાદ મળે છે. એના માટે તમે રાત્રે એક લોટામાં પાણી લો. પછી એમાં થોડું કાચું દૂધ અને સફેલ ફૂલ નાખો. ત્યાર બાદ એનાથી ચંદ્ર દેવને અર્ધ્ય આપો. એનાથી માતા લક્ષ્મીના કોઈ પણ મંત્રનો 3,11 અને 108 વાર જાપ કરો. જણાવી દઈએ કે આ ઉપાય માત્ર માઘપૂર્ણિમા જ નહિ પરંતુ દરેક પૂર્ણિમા પર કરવા જોઈએ.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો