Crypto Fraud Case

Crypto Fraud Case: અમેરિકન ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી (ક્રિપ્ટો ફ્રોડ) કરનાર FTX ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને 25 વર્ષની સજા

Crypto Fraud Case: પ્રોસિક્યુટર્સે આ કેસને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી હતી

whatsapp banner

નવી દિલ્હી, 29 માર્ચઃ Crypto Fraud Case: અમેરિકામાં FTX ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને જજે  25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ પર તેની કંપની FTX દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેની કંપની આ ફ્રોડ કર્યા બાદ નાદાર જાહેર થઈ ગઇ હતી. પ્રોસિક્યુટર્સે આ કેસને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી હતી

મેનહટન ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કપલાને સુનાવણી દરમિયાન બેંકમેન-ફ્રાઈડના એ દાવાને ફગાવી દીધા હતા કે FTX ના ગ્રાહકોએ નાણાં ગુમાવ્યા નથી અને તેના સામે ખોટી સાક્ષીઓ પૂરવામાં આવી હતી. જ્યુરીએ બેંકમેનને FTX ના 2022 ના પતન સંબંધિત સાત છેતરપિંડી અને કાવતરાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. 

આ પણ વાંચોઃ Parshottam Rupala in Trouble: પરષોત્તમ રુપાલા વિશે રાજકોટ કોર્ટમાં કેસ દાખલ, ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Mukhtar Ansari Death : માફિયા ડોન મુખ્તાર અંસારીનું કાર્ડિયક અરેસ્ટથી મોત,પરિવારે ધીમુ ઝેર આપ્યુ હોવાનો આરોપ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો