Tata

Customer benefits: Tata મોટર્સે Bank of India સાથે કર્યો કરાર, ગ્રાહકોને થશે આ ફાયદો

Customer benefits: કરાર પ્રમાણે બેંક ઑફ ઇન્ડિયા ટાટા મોટર્સના ગ્રાહકોને 6.85 ટકાના નીચા વ્યાજદર પર વાહન લોન ઉપલબ્ધ કરાવશે

બિઝનેસ ડેસ્ક, 10 નવેમ્બરઃ Customer benefits: ટાટા મોટર્સે બેંક ઑફ ઇન્ડિયા સાથે રિટેલ ફાઇનાન્સ MoU પર હસ્તાક્ષર કર્યાં છે. આ કરાર પ્રમાણે કંપનીના તમામ પેસેન્જર વ્હીકલ ગ્રાહકોનો વાહનની ખરીદી પર ફાઇનાન્સની સુવિધાનો વિકલ્પ આપવામાં આવશે. આ કરાર પ્રમાણે બેંક ઑફ ઇન્ડિયા ટાટા મોટર્સના ગ્રાહકોને 6.85 ટકાના નીચા વ્યાજદર પર વાહન લોન ઉપલબ્ધ કરાવશે.

આ સુવિધા અંતર્ગત વાહનની કિંમતના મહત્તમ 90 ટકા સુધીની લોનની સુવિધા ઉપલબ્ધ બનશે. જેમાં એક્સ શોરૂમ કિંમતની સાથે ઇન્શ્યોરન્સ અને રજિસ્ટ્રેશન ખર્ચ પણ સામેલ હશે. આ ઉપરાંત EMIની સુવિધા પણ હશે. જે પ્રમાણે સાત વર્ષ સુધીની મર્યાદામાં પ્રતિ લાખ 1,502 રૂપિયાના ઈએમઆઈમાં ચૂકવણી કરવાનો વિકલ્પ હશે.

આ પહેલા ટાટા મોટર્સે Equitas SFB સાથે નાના કૉમર્શિયલ વાહનો ખરીદનારા ગ્રાહકો માટે કરાર કર્યો હતો. આ ઑફર નવી ICE કાર, SUVs અને વ્યક્તિગત સેગમેન્ટની ઇલેક્ટ્રિક વ્હીકલ પર આખા દેશમાં લાગૂ થશે. ટાટા મોટર્સની કાર ખરીદનારા લોકોને 31 માર્ચ, 2022 સુધી પ્રૉસેસિંગ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે.

Customer benefits: ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં જ પરિણામ જાહેર કર્યું હતું. જે પ્રમાણે કંપનીને આ ત્રિમાસિક દરમિયાન 4,415.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં બીજા ત્રિમાસિક દરમિયાન કંપનીને 307.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Income Tax Return: 2.38 કરોડ કરદાતાઓએ ફાઇલ કર્યું ઇન્કમ ટેક્સ રિટર્ન, વાંચો આ છે છેલ્લી તારીખ

જ્યારે બીજા ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 61,378.8 કરોડ રૂપિયા રહી હતી. ગત વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીની આવક 53,530 કરોડ રૂપિયા હતી. હાલ NSE પર કંપનીનો શેર 13.40 રૂપિયા (2.67%)ના વધારા સાથે 515.40 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

ટાટા મોટર્સ પોતાની કાર્સ દ્વારા માર્કેટ પર મજબૂત પકડ બનાવી છે. ક્યારેક કૉમર્શિયલ કાર બનાવતી કંપની આજે સૌથી સુરક્ષિત કાર બનાવવા માટે ઓળખાય છે. ફીચર્સ મામલે ટાટાની કાર્સ કોઈનાથી પણ પાછળ નથી. આ જ કારણે ટાટા ટિગોરથી લઈને નેક્સૉન અને તાજેતરમાં આવેલી ટાટા પંચને ગ્રાહકો ખૂબ જ પસંદ કરે છે. ET Autoના એક રિપોર્ટ પ્રમાણે કંપની સિંગલ કાર પર માર્કેટ લીડર મારુતિ સુઝુકીની સરખામણીમાં વધારે પૈસા કમાઈ રહી છે.

રિપોર્ટ પ્રમાણે ટાટા મોટર્સે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક દરમિયાન પ્રત્યેક કાર પર 45,810 રૂપિયાનો નફો કર્યો છે. જે મારુતી સુઝુકી કરતા લગભગ બમણો છે. ઉલ્લેખનીય છે કે 10 વર્ષમાં એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ટાટા મોટર્સે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીને નફા મામલે પાછળ છોડી દીધી છે.

Whatsapp Join Banner Guj