fb

Security of data: Facebook મેસેન્જરની પ્રાઇવેસીમાં થશે વધારો, આ ફીચરથી કોઈ નહીં જોઈ શકે તમારી ચેટ

Security of data: મેટાનું એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન વોઇસ અને વીડિયો કોલને પણ લાગુ પડશે

નવી દિલ્હી, ૧૦ નવેમ્બર: Security of data: સોશિયલ મીડિયાના યુગમાં પ્રાઇવસીની રક્ષા (Security of data) સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. આ પ્રશ્ન ઉકેલવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પ્રયાસ કરે છે. મેટા (Meta) પણ આ બાબતે આગળ વધ્યું છે. મેટાએ પોતાની એપ ફેસબુક ના મેસેન્જર (Messenger)માં વોટ્સએપની જેમ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન (end-to-end encryption) રોલ આઉટ કરવાની તૈયારી કરી છે.

મેટાનું એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન વોઇસ અને વીડિયો કોલને પણ લાગુ પડશે. આ ફીચર બાબતે ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે જાણકારી આપી હતી. તેમણે ફેસબુકના માધ્યમથી લોકો સુધી જાણકારી પહોંચાડી હતી અને ગ્રુપ ચેટ, ઓડિયો તથા વિડીયો કોલ માટે પણ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રીપ્શન કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન ટેક્સ્ટમાં ચેટિંગમાં જ આ ફીચર આપવામાં આવતું હતું.

ઉલ્લેખનીય છે કે, એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્શન ફીચર કંપનીની બીજી એપ્લિકેશન વોટ્સએપ પર પહેલેથી જ લાગુ છે. વોટ્સએપે ગૂગલ ડ્રાઇવ અથવા અન્યત્ર સ્થળે થતા બેકઅપ્સને પણ એનક્રિપ્ટ કરવાનું શરૂ કર્યું છે. હવે તેને ફેસબુક મેસેન્જરમાં પણ લાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Customer benefits: Tata મોટર્સે Bank of India સાથે કર્યો કરાર, ગ્રાહકોને થશે આ ફાયદો

એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન એટલે શું?

વોટ્સએપ મેસેન્જર (WhatsApp Messenger)માં અત્યારે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન (end-to-end encryption)નો ઉપયોગ થાય છે. વોટ્સએપના FAQમાં અપાયેલી જાણકારી મુજબ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનના કારણે મેસેજ અને કોલ માત્ર તમારા અને તમારા કોન્ટેકટ વચ્ચે થઈ રહ્યા હોવાનું પાક્કું થાય છે.

આવા મેસેજને વોટ્સએપ સહિત કોઈ વાંચી શકે નહીં. એકંદરે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન મેસેજ માટે ડિજિટલ લોકની જેમ કામ કરે છે, જેની ચાવી માત્ર મેસેજ મેળવનાર પાસે હોય છે. મેસેજ સેન્ડ થયા બાદ તેને કોઈ વાંચી શકતું નથી અને આ સુવિધા શરૂ કરવા માટે તમારે કોઈ સેટિંગ શરૂ કરવા પડતા નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ માર્ક ઝુકરબર્ગની માલિકીની કંપની ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા કરી નાખ્યું હતું. અગાઉ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનોમાં સ્ક્રીન નીચે ફ્રોમ ફેસબુક લખેલું આવતું હતું. પરંતુ હવે તેને બદલીને મેટા કરવામાં આવ્યું છે. મેટા બ્રાન્ડિંગ હવે આ બધી એપ્લિકેશનો પર દેખાવાનું શરૂ થયું છે.

Whatsapp Join Banner Guj