LIC

Good News LIC Employees: નાણાં મંત્રાલયે LIC એજન્ટો અને કર્મચારીઓ માટે કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી

Good News LIC Employees: કલ્યાણકારી પગલાંમાં ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો, રિન્યૂઅલ કમિશન માટે લાયકાત, ટર્મ ઇન્સ્યોરન્સ કવર અને એલઆઇસી એજન્ટો અને કર્મચારીઓ માટે ફેમિલી પેન્શનના એકસમાન દરનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બરઃ Good News LIC Employees: નાણાં મંત્રાલયે આજે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ના એજન્ટો અને કર્મચારીઓના લાભ માટે શ્રેણીબદ્ધ કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી છે. કલ્યાણકારી પગલાં એલઆઇસી (એજન્ટો) નિયમન, 2017, ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો અને કુટુંબ પેન્શનનાં એકસમાન દર વગેરેમાં સુધારા સાથે સંબંધિત છે.

એલઆઇસીના એજન્ટો અને કર્મચારીઓને નીચે મુજબના કલ્યાણકારી પગલાંની મંજૂરી આપવામાં આવી હતીઃ

  • એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે. તે એલઆઇસી એજન્ટોની કાર્યકારી સ્થિતિ અને લાભમાં નોંધપાત્ર સુધારો લાવશે.
  • પુનઃનિયુક્ત એજન્ટોને નવીકરણ કમિશન માટે પાત્ર બનવા માટે સક્ષમ બનાવવુંજેથી તેમને નાણાકીય સ્થિરતામાં વધારો થાય. હાલમાં, એલઆઈસી એજન્ટો જૂની એજન્સી હેઠળ પૂર્ણ થયેલા કોઈપણ વ્યવસાય પર નવીકરણ કમિશન માટે પાત્ર નથી.
  • એજન્ટો માટે ટર્મ ઇન્સ્યોરન્સ કવર રૂ. 3,000-10,000ની હાલની રેન્જમાંથી વધારીને રૂ. 25,000-1,50,000 કરવામાં આવ્યું છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં આ વધારાથી મૃત એજન્ટોના પરિવારોને નોંધપાત્ર લાભ થશે, જેનાથી તેમને વધારે નોંધપાત્ર કલ્યાણકારી લાભ મળશે.
  • એલઆઈસી કર્મચારીઓના પરિવારોના કલ્યાણ માટે @30%ના સમાન દરે ફેમિલી પેન્શન.

13 લાખથી વધુ એજન્ટો અને લાખથી વધુ નિયમિત કર્મચારીઓ, જેઓ એલઆઈસીના વિકાસમાં અને ભારતમાં વીમાના વ્યાપને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, આ કલ્યાણકારી પગલાંથી લાભ થશે.

આ પણ વાંચો… Pradhan Mantri Urban Housing Scheme: દાદર-નગર હવેલીમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 704 રહેણાંક મકાનોનું ઉદ્ઘાટન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો