Adani Group

Penalty to adani wilmar: અદાણી ગ્રુપને ફટકો, અદાણી વિલમર પર મમતા સરકારે લગાવી પેનલ્ટી

Penalty to adani wilmar: અદાણી વિલમર કંપનીને મમતા બેનર્જી સરકાર તરફથી 67,740 રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે.

બિઝનેસ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ Penalty to adani wilmar: અદાણી વિલમરને મોટો ફટકો પડ્યો છે. અદાણી વિલમર કંપનીને મમતા બેનર્જી સરકાર તરફથી 67,740 રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી બંગાળ સરકારના ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, લાર્જ ટેક્સપેયર યુનિટ તરફથી ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે ટેક્સ વિભાગે આ પેનલ્ટી કંપનીને 15 ફેબ્રુઆરી 2024એ ફટકારી છે. ત્યારે કંપનીએ આ વિશે વાત કરતા કહ્યું છે કે તે વિભાગને જવાબ આપતા પહેલા પોતાની રીતે તપાસ કરશે અને ત્યારબાદ ઓથોરિટીને પોતાનો જવાબ રજૂ કરશે.

આ પણ વાંચોઃ Suhani Bhatnagar Death: ‘દંગલ’ ફેમ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે થયું નિધન

હાલમાં અદાણી વિલમરના શેરના ભાવની વાત કરવામાં આવે તો એક શેરની કિંમત 345.60 રૂપિયા છે. ગઈકાલે 16 ફેબ્રુઆરીએ શેરના ભાવમાં 2.54 ટકાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 8.55 રૂપિયા વધીને 345.60 પર ભાવ બંધ થયો છે. ત્યારે જો 52 વીકનો હાઈ ભાવ જોઈએ તો તે 509 રૂપિયા છે અને 52 વીકનો સૌથી નીચો ભાવ રૂપિયા 285.80 છે. હાલમાં કંપનીની માર્કેટકેપ 45.03 ટ્રિલિયન કરોડ છે. કંપનીમાં 2600 જેટલા કર્મચારીઓ કામ કરે છે. કંપનીના ટોટલ 22 પ્લાન્ટ છે, જે દેશના 10 રાજ્યમાં આવેલા છે.

અગાઉ અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝને પણ કરોડો રૂપિયાનો દંડ જોઈન્ટ કમિશનર ઓફ CGST અમદાવાદે ફટકાર્યો હતો. આ દંડ CGST એક્ટ 2017ની કલમ 74 મુજબ ફટકારવામાં આવ્યો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો