kutch tourisam

Kutch Border Tourism: રણ બાદ સરકાર હવે પ્રવાસીઓને ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરવા લઈ જશે- વાંચો વિગત

Kutch Border Tourism: રણ, દરિયો અને હવાઈ સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાયું છે.

કચ્છ, 17 ફેબ્રુઆરીઃ Kutch Border Tourism: સફેદ રણની સાથે હવે પ્રવાસીઓને કચ્છની બોર્ડર જોવાનો પણ મોકો મળશે. કચ્છના રણોત્સવથી સરકારને 5 કરોડની આવક થઈ છે. ત્યારે ગુજરાત સરકાર હવે પ્રવાસીઓ માટે નવું નજરાણું લઈ આવી છે. રણ બાદ સરકાર હવે પ્રવાસીઓને ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરવા લઈ જશે. 

કચ્છા કોટેશ્વર નજીક લક્કીનાળામાં ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમાદર્શનનો આરંભ કરાયો છે. આમ, રણ, દરિયો અને હવાઈ સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાયું છે. ગુજરાત નહીં પણ દેશભરમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનની કચ્છથી શરૂઆત કરવામાં આવી છે. કોટેશ્વર નજીક આવેલા લક્કીનાળા ખાતે બોર્ડર ટુરિઝમને વિકસાવાયું છે. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું.

આ પણ વાંચોઃ Penalty to adani wilmar: અદાણી ગ્રુપને ફટકો, અદાણી વિલમર પર મમતા સરકારે લગાવી પેનલ્ટી

બોર્ડર ટુરિઝમના ભાગરૂપે બોટ રાઈડ શરૂ કરાઈ છે. જેમાં લક્કીનાળામાં સજાવેલી બોટમાં જઇ રહેલા અધિકારીઓ અને સહેલાણીઓ મઝા માણી હતી. હવે પ્રવાસીઓ આ મજા માણશે. આગામી સમયમાં આ સ્થળે ફ્લોટિંગ જેટી, કચ્છી ભૂંગા સહિતના વિકસાવાશે. લક્કીનાળામાં હવે ફ્લોટિંગ જેટી, મરીન સેન્ટર, કચ્છી ભૂંગા સહિતના આકર્ષણ પણ ઉમેરાશે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો