GST Collection: નાણાં મંત્રાલયે કહ્યું- પ્રથમ ત્રિમાસિકમાં GST કલેક્શન 1.67 લાખ કરોડ રહ્યું, તે 2021-22 માટે અનુમાનિત આંકડાનો 26.6% ભાગ

GST Collection: સરકારે બજેટમાં કહ્યું હતું કે ચાલુ ફાઈનાન્શિયલ વર્ષમાં GST કલેક્શન 6.30 લાખ કરોડ રૂપિયા રહેશે. આ રીતે જોઈએ તો પ્રથમ ત્રિમાસિકમાં કલેક્શનના આંકડો કુલ અનુમાનના 26.6 ટકા છે

બિઝનેસ ડેસ્ક, 11 ઓગષ્ટઃ GST Collection: 2021-22ના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં GST કલેક્શન 1.67 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું. જ્યારે સરકારે બજેટમાં કહ્યું હતું કે ચાલુ ફાઈનાન્શિયલ વર્ષમાં GST કલેક્શન 6.30 લાખ કરોડ રૂપિયા રહેશે. આ રીતે જોઈએ તો પ્રથમ ત્રિમાસિકમાં કલેક્શનના આંકડો કુલ અનુમાનના 26.6 ટકા છે. આ માહિતી નાણાં રાજ્ય મંત્રી પંકજ ચોધરીએ લોકસભામાં આપી છે.

આ પણ વાંચોઃ Shilpa shetty: શિલ્પા એક પછી એક મુશ્કેલીમાં ફસાઇ, શિલ્પા શેટ્ટીની કંપનીના નામે વેલનેસ સેન્ટરમાં કરોડોનું રોકાણ કર્યું ને પછી….વાંચો સંપૂર્ણ અહેવાલ

પ્રથમ ત્રિમાસિકમાં કુલ GST કલેક્શનમાં કેન્દ્રીય GST, ઈન્ટીગ્રેટેડ GST અને કમ્પેનસેશન સેસ પણ સામેલ છે. આ પહેલા ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં કુલ GST કલેક્શન 5.48 લાખ કરોડ રૂપિયા હતું, જે સંશોધિન અનુમાન(RE) 5.15 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ 2019-20માં કુલ કલેક્શન 5.98 લાખ કરોડ રૂપિયા રહ્યું. જે સંશોધિત અનુમાનના 97.8 ટકા રહ્યો.

આ પણ વાંચોઃ 15 august gujarat gov. schedule: રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત

પંકજ ચૌધરીએ કહ્યું કે સરકાર ટેક્સ રેવન્યુ કલેક્શન વધારવાનો મજબુત પ્રયત્ન કરી રહી છે. તેમાં ટેક્સ કપ્લાયન્સમાં સુધારાથી લઈને GST દરને યુક્તિસંગત બનાવવાો, ઈ-ઈનવોઈસ સિસ્ટમ, જરૂરી ઈ-ફાઈલિંગ અને ટેક્સનું ઈ-પેમેન્ટ, લેટ પેમેન્ટ માટે દંડ, નિયમિત પ્રવર્તન અને ટેક્સ રિટર્નનું કપ્લાયન્સ વેરિફેક્શન, રાજય વેટ ડિપાર્ટમેન્ટ માટે થર્ડ પાર્ટી સહિત અન્ય પગલા સામેલ છે.

Whatsapp Join Banner Guj