Shilpa shetty kundra statement

Shilpa shetty: શિલ્પા એક પછી એક મુશ્કેલીમાં ફસાઇ, શિલ્પા શેટ્ટીની કંપનીના નામે વેલનેસ સેન્ટરમાં કરોડોનું રોકાણ કર્યું ને પછી….વાંચો સંપૂર્ણ અહેવાલ

Shilpa shetty: શિલ્પાની કંપનીમાં 1.36 કરોડ રૂપિયાનું રોકાણ કરાવીને લખનઉમાં વેલનેસ સેન્ટર શરૂ કરાવ્યું હતું. ત્યારબાદ શિલ્પાના નિકટના સાથીઓએ સેન્ટર પર કબજો જમાવી લીધો હતો

બોલિવુડ ડેસ્ક, 11 ઓગષ્ટઃ Shilpa shetty: લખનઉની બિઝનેસવુમન જ્યોત્સના ચૌહાણે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તથા માતા સુનંદા વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી હતી. જ્યોત્સનાએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેની સાથે કેવી રીતે વિશ્વાસઘાત કરવામાં આવ્યો તે જણાવ્યું હતું.

જ્યોત્સનાએ કહ્યું હતું કે શિલ્પા(Shilpa shetty)ની કંપનીમાં 1.36 કરોડ રૂપિયાનું રોકાણ કરાવીને લખનઉમાં વેલનેસ સેન્ટર શરૂ કરાવ્યું હતું. ત્યારબાદ શિલ્પાના નિકટના સાથીઓએ સેન્ટર પર કબજો જમાવી લીધો હતો. જ્યોત્સનાએ કહ્યું હતું કે રોકાણ કરતા પહેલાં શિલ્પા શેટ્ટીનો વીડિયો બતાવીને કહેવામાં આવ્યું હતું કે દર મહિને 5 લાખની કમાણી થશે.

આ પણ વાંચોઃ 15 august gujarat gov. schedule: રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત

જ્યોત્સનાએ કહ્યું હતું કે જાન્યુઆરી, 2019માં તેની મુલાકાત શિલ્પા શેટ્ટીની નિકટ તથા અયોસિસ કંપનીના ડિરેક્ટર કિરણ બાબા સાથે થઈ હતી. કિરણે તેને અયોસિસના અનેક સેન્ટર્સના પ્રેઝેન્ટેશન બતાવીને કહ્યું હતું કે કંપનીની ફ્રેંચાઇઝી લેનારા દર મહિને 5 લાખ સુધીની કમાણી કરી શકે છે.

કિરણની સાથે વિનય ભસીન, અનામિકા ચતુર્વેદી, ર્ઇશરફીલ ધરમજવાલા, આશા તથા પૂનમ ઝા પણ સામેલ હતા. આ તમામે કહ્યું હતું કે કંપનીની ફ્રેંચાઇઝી લઈને સેન્ટર શરૂ કરવામાં કુલ 85 લાખનું રોકાણ કરવાનું રહેશે. સેન્ટરના ઉદઘાટનમાં શિલ્પા શેટ્ટી આવશે.

જ્યોત્સનાએ આ તમામની વાતો પર વિશ્વાસ કરીને એપ્રિલ, 2019માં લખનઉના વિભૂતિખંડ સ્થિત રોહતાસ પ્રેસિડેન્શિયલ આર્કેડમાં 1300 સ્કેવર ફૂટની દુકાન ભઆડે લીધી હતી, જેમાં વેલનેસ સેન્ટર શરૂ કર્યું હતું. જ્યારે જ્યોત્સનાએ કિરણ બાબ તથા તેના સાથીઓને શિલ્પા (Shilpa shetty)ની કંપની સાથે એગ્રીમેન્ટ કરવાની વાત કહી તો તેઓ વાત ટાળવા લાગ્યા હતા. જ્યોત્સનાએ કહ્યું હતું કે આરોપીઓએ ઉદઘાટન માટે શિલ્પાને બોલાવવાના નામે 11 લાખની ડિમાન્ડ કરી હતી.

આ પણ વાંચોઃ Saif Kareena 2nd baby Name: સૈફીનાની મુશ્કેલી વધી દીકરાના નામના કારણે સો.મીડિયા પર વિવાદ- વાંચો શું રાખ્યું નામ? અને શા માટે થઇ રહ્યો છે વિવાદ

જ્યોત્સનાએ વધુમાં કહ્યું હતું કે સેન્ટર શરૂ કર્યા બાદ આરોપીઓએ ટોવેલથી લઈ વોલપેપર તેમની મરજી પ્રમાણે લગાવ્યા હતા. કોસ્મેટિકથી લઈ દરેક સામાન મુંબઈથી આવતો હતો. જે પ્રોડક્ટ માર્કેટમાં 5 હજારની મળતી, તેનું 15 હજારનું બિલ મોકલવામાં આવતું હતું. થોડાં દિવસ બાદ કંપનીએ પોતાના કર્મચારી મોકલીને સેન્ટર પર કબજો મેળવી લીધો હતો.

જ્યોત્સનાના મતે, સેન્ટર પર કિરણ બાબાનો કબજો થતાં તેને લાગ્યું કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અત્યાર સુધી તેણે 1.36 કરોડનું રોકાણ કર્યું હતું. તેણે વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ વાતની જાણ થતાં જ શિલ્પાએ એક નિવેદનમાં કહ્યું કે તેણે અયોસિસ કંપનીના પોતાના શૅર કિરણ બાબને વેચી દીધા છે અને હવે તેને કંપની સાથે કોઈ લેવાદેવા નથી.

જ્યોત્સના એરટેલમાં નોકરી કરી હતી. તેનો પતિ આનંદ કુમાર રાણા કોર્ટમાં નોકરી કરે છે. શિલ્પાની કંપનીમાં રોકાણ કરીને સારી આવકની લાલચ આપી હતી અને તેથી જ તેણે તમામ બચત ખર્ચી નાખી હતી. રૂપિયા ઓછા પડતા તેણે પોતાનું મકાન સ્ટેટ બેંક પાસે ગિરવી મૂકીને 75 લાખની લોન પણ લીધી હતી. જોકે, સેન્ટર બંધ થતાં તેની તમામ બચત ડૂબી ગઈ અને હવે દર મહિને લોનનું વ્યાજ વધતું જાય છે.

આ પણ વાંચોઃ Ujjwala Yojana 2.0: વડાપ્રધાન મોદી આજે ઉજ્જવલા યોજના-2 કરી લોન્ચ, નવા લાભાર્થીઓને મળશે LPG કનેક્શન

વિભૂતિખંડ પોલીસે 19 જૂન, 2020ના રોજ આ કેસમાં FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરી હતી. જોકે, લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આથી જ તપાસ ચિનહટ પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ કેસની તપાસ કરતા સબઇન્સ્પેક્ટર અજય શુક્લાએ કહ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં છેતરપિંડીના આરોપો સાબિત થઈ રહ્યા છે. જ્યોત્સના સાથેના કરાર સમયે શિલ્પા શેટ્ટી જ અયોસિસ કંપનીની ચેરપર્સન તથા તેની માતા સુનંદા ડિરેક્ટર હતી. તેમના નિવેદન લેવાની તૈયારી ચાલે છે.

Whatsapp Join Banner Guj