3ef049c9 5bc1 4568 a099 42b9e375949b

Gujarat ratan gauvrav award: ગુજરાતના 28 રત્નોને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” દ્વારા સન્માનિત કરવામાં આવ્યો- વાંચો કોણ કોણ છે સામેલ?

Gujarat ratan gauvrav award: ગુજરાતના એવા મહાનુભાવો કે જેઓ પોતાના કાર્ય થકી સમાજને એક નવી પ્રેરણા આપે છે.

અમદાવાદ, 11 ઓગષ્ટઃ Gujarat ratan gauvrav award: આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શ્રી નરહરી અમીન તેમજ પૂજ્ય દ્વારકેશ લાલજીની વિશેષ ઉપસ્થિત પણ રહી હતી જેમને હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પૂ. દ્વારકેશલાલજી મહારાજને નોર્થ અમેરિકાની યુનિવર્સિટીની ડિગ્રી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ GST Collection: નાણાં મંત્રાલયે કહ્યું- પ્રથમ ત્રિમાસિકમાં GST કલેક્શન 1.67 લાખ કરોડ રહ્યું, તે 2021-22 માટે અનુમાનિત આંકડાનો 26.6% ભાગ

તદુપરાંત, આ કાર્યક્રમમાં ડૉ. શૈલેશ ઠાકર સાથે હિતેશ પટેલ (પોચી) દ્વારા અવૉર્ડ સમારોહ ના સંચાલન માં મહત્વની ભૂમિકા મા જોવા મળ્યા હતા.

જે ખ્યાતનામ મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા તેમાં હરીશ ભીમાણી, આસિત મોદી, દિલીપ જોશી, મનોજ જોશી, ગુજરાતના પૂર્વ ન્યાયમૂર્તિ મધુકર ધ્રુવ, નિવૃત્ત આઈ.પી.એસ. અને હાલ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ કમિશનના સભ્ય જે.કે.ભટ્ટ, મનીષ મહેતા, દેવાંગ ભટ્ટ, બિમલ પટેલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), રુઝાન ખંભાતા, સૌમ્ય જોશી, અશોક જૈન, તુષાર ત્રિવેદી, કેતન રાવલ, તરુણ બારોટ, રોબિન ગોએન્કા, મિત્તલ પટેલ, સંજય જૈન, માના પટેલ, મનુભાઇ પ્રજાપતી, યઝી કરંજીયા સહિતના મહાનુભાવોને તેમને ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય બદલ ઉમળકાભેર અમદાવાદના આંગણે બિરદાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Shilpa shetty: શિલ્પા એક પછી એક મુશ્કેલીમાં ફસાઇ, શિલ્પા શેટ્ટીની કંપનીના નામે વેલનેસ સેન્ટરમાં કરોડોનું રોકાણ કર્યું ને પછી….વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj