images 2019 11 05T190731.645

ડિસેમ્બરમાં GSTનો રેકોર્ડઃ પહેલીવાર કલેક્શન 1.15 લાખ કરોડને પાર, સરકાર માટે નવું વર્ષ લાભદાયી

images 2019 11 05T190731.645

નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઇ ગયું છે. લોકોના ધંધા નોકરી પર પણ અસર પડી હતી. જો કે વર્ષના અંતમાં લોકડાઉન હટાવી લેતા આર્થિક પ્રવૃત્તિઓ વધતા ડિસેમ્બર, ૨૦૨૦માં જીએસટી કલેકશન ૧.૧૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી વધારે ક્લેકશન છે.ડિસેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં ડિસેમ્બર, ૨૦૨૦માં જીએસટી કલેક્શન ૧૨ ટકા વધારે રહ્યું છે. જ્યારે નવેમ્બર, ૨૦૨૦ની સરખામણીમાં જીએસટી કલેક્શન ૧૦ ટકા વધારે રહ્યું છે. ડિસેમ્બર, ૨૦૨૦માં જીએસટી કલેક્શન ૧,૧૫,૧૭૪ કરોડ રૃપિયા રહ્યું છે.

ડિસેમ્બર, ૨૦૨૦નું કલેક્શન છેલ્લા ૨૧ મહિનાનું સૌથી વધારે રહ્યું છે. એક નિવેદનમાં નાણા પ્રધાને જણાવ્યું છે કે ડિસેમ્બર, ૨૦૨૦નું જીએસટી કલેક્શન જુલાઇ, ૨૦૧૭માં જ્યારે જીએસટીનો અમલ શરૃ થયો ત્યારથી લઇને અત્યાર સુધીનું સૌથી વધારે છે.આ અગાઉનું સૌથી વધુ કલેક્શન એપ્રિલ, ૨૦૧૯માં ૧,૧૩,૮૬૬ કરોડ રૃપિયા રહ્યું છે. સળંગ ત્રીજા મહિને જીએસટી કલેક્શન ૧ લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે અને સળંગ ચોથા મહિને ૨૦૧૯ના સમાન ગાળા કરતા જીએસટી કલેક્શન વધારે રહ્યું છે.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે કોરોના લોકડાઉનને પગલે એપ્રિલ, ૨૦૨૦માં જીએસટી વિક્રમનજક ઘટીને ફક્ત ૩૨,૧૭૨ કરોડ રૃપિયા રહ્યું છે. લોકડાઉનને પગલે પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં પણ વિક્રમજનક ૨૩.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.જો કે ધીમે ધીમે કોરોનાને અંકુશમાં લેવા માટે મૂકવામાં આવેલા નિયંત્રણો હળવા બનાવવામાં આવતા આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળતા જીએસટી કલેક્શન પણ ધીમે ધીમે વધી રહ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં પણ જીએસટી કલેક્શન હજુ વધવાની શક્યતા છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં નવેમ્બર મહિનાના ૮૭ લાખ જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતાં.ડિસેમ્બર, ૨૦૨૦ના ૧,૧૫,૧૭૪ કરોડ રૃપિયાના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી ૨૧,૩૬૫ કરોડ રૃપિયા, સ્ટેટ જીએસટી ૨૭,૮૦૪ કરોડ રૃપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૫૭,૪૨૬ કરોડ રૃપિયા અને સેસ ૮૫૭૯ કરોડ રૃપિયા રહ્યું છે.

આ પણ વાંચો…

આજે ગુજરાતના આ 4 જિલ્લાઓમાં કોરોના વેક્સીન માટે ડ્રાય રનનું આયોજન