ICICI Bank

ICICI Bank: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો- વાંચો વિગત

ICICI Bank: ઓગસ્ટથી ICICI Bankના ગ્રાહક તેમની હોમ બ્રાન્ચમાંથી એક લાખ રૂપિયા પ્રતિ ઉપાડી શકે છે

બિઝનેસ ડેસ્ક, 31 જુલાઇઃ ICICI Bank: જો તમે પણ ICICI બેંકના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં દેશની સૌથી મોટી ખાનગી બેંક 1 ઓગસ્ટથી કેટલાક મોટા ફેરફાર કરવા જઇ રહી છે. 1 ઓગસ્ટના રોજ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવાનું મોંઘું થશે. સાથે જ ચેકબુકના નિયમોમાં પણ ફેરફાર થશે. ICICI તરફથી તેના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્જેક્શનની સર્વિસ આપવામાં આવે છે. 4 વખત રૂપિયા ઉપાડ્યા પછી ચાર્જ ચુકવવો પડશે. ઉલ્લેખનીય છે કે SBI બેંકે 1 જુલાઈના રોજથી આ નિયોમાં ફેરફાર કર્યા હતા.

આ પણ વાંચોઃ Study About Corona spread: વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે કોરોના

1 ઓગસ્ટથી થશે (ICICI Bank)આ ફેરફાર

  • ઓગસ્ટથી ICICI Bankના ગ્રાહક તેમની હોમ બ્રાન્ચમાંથી એક લાખ રૂપિયા પ્રતિ ઉપાડી શકે છે.
  • તેનાથી વધુ રૂપિયા પર પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયા આપવામાં પડશે.
  • હોમ બ્રાન્ચ સિવાય બીજી બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડવા પર પ્રતિ દિવસ 25,000 રૂપિયા સુધી રોકડ ઉપાડવા પર ચાર્જ નથી.
  • ત્યાર બાદ 1000 રૂપિયા ઉપાડવા પર 5 રૂપિયા આપવા પડશે.

ચેકબુક પર લાગશે આટલો ચાર્જ

  • 25 પેજની ચેકબુક ફ્રી
  • ત્યારબાદ તમારે 20 રૂપિયા 10 પાના દીઠ 20 રૂપિયા ચૂકવવા પડશે.

ATM ઇન્ટરચેન્જ ટ્રાન્જેક્શન

  • બેંકની વેબસાઇટ મુજબ ATM ઇન્ટરચેન્જ ટ્રાન્જેક્શન પર પણ ચાર્જ લાગશે
  • એક મહિનામાં 6 મેટ્રો લોકેશન પર પહેલા 3 ટ્રાન્જેક્શન ફ્રી હશે
  • એક મહિનામાં અન્ય તમામ સ્થળો પર પહેલા 5 ટ્રાન્જેક્શન ફ્રી હશે
  • નાણાકીય વ્યવહાર દીઠ 20 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહાર દીઠ 8.50 રૂપિયા

આ પણ વાંચોઃ Hindu calendar-Tithi: આ તારીખથી ગુજરાતમાં શ્રાવણ મહિનો શરુ- વાંચો તિથિ-તહેવાર અને શિવપૂજાનું કેલેન્ડર

કૈશ ટ્રાંજેક્શન ચાર્જ (જમા અને ઉપાડ બંને માટે)

  • રેગ્યુલર સેવિંગ અકાઉન્ટ માટે ICICI Bank દર મહિને 4 કૈશ ટ્રાંજેક્શન ફ્રી આપે છે. ફ્રી લિમીટ બાદ દરેક ટ્રાંજેક્શન પર 150 રૂપિયા આપવાના રહેશે.
  • વેલ્યુ લિમિટ (જમા + ઉપાડ )માં હોમ બ્રાંચ અને નોન હોમ બ્રાન્ચ બંને ટ્રાંજેક્શન શામેલ છે.
  • હોમ બ્રાન્ચ- 1 ઓગસ્ટથી ગ્રાહકો માટે હોમ બ્રાંચ વેલ્યુ લિમિટ 1 લાખ રૂપિયા પ્રતિ મહિના પ્રતિ અકાઉંટ હશે. 1 લાખથી ઉપર પર દર 1000 રૂપિયે 5 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે અથવા તો ન્યૂયતમ 150 રૂપિયા રહેશે.
  • નોન હોમ બ્રાન્ચ પ્રતિ દિવસ 25,000 રૂપિયા કૈશ ટ્રાંજેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. ત્યાર બાદ દર 1000 રૂપિયે 5 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે, જે ન્યૂનતમ 150 રૂપિયા રહેશે.
  • થર્ડ પાર્ટી કૈશ ટ્રાંજેક્શન- પ્રતિ ટ્રાંજેક્શન 25,000 રૂપિયાની લિમિટ સુધી, 150 રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન.
  • સીનિયર સિટિજન કસ્ટમર્સ, Young Star/Smart Star Accounts માટે જ્યારે 25,000 રૂપિયા પ્રતિ દિવસની મર્યા લાગૂ થશે. જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.
Whatsapp Join Banner Guj