Tokyo olympic

Tokyo Olympics Update: કમલપ્રીત કૌરે ડિસ્કસ થ્રોની ફાઈનલમાં જગ્યા બનાવી, સીમા પૂનિયા થઈ ગઈ બહાર- વાંચો વિગત

Tokyo Olympics Update: અમેરિકાના વલારી ઓલમેને 66.42 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ગ્રુપમાં અન્ય કોઈ ખેલાડી 64 મીટરના આંકડાને સ્પર્શી શક્યો નથી

સ્પોર્ટ્સ ડેસ્ક, 31 જુલાઇઃ Tokyo Olympics Update: ડિસ્કસ થ્રો ક્વાલિફિકેશન ગ્રુપ બીમાં કમલપ્રીત કૌરે જબરદસ્ત પ્રદર્શન કરતા ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પહેલા પ્રયાસમાં તેમણે 60.29 મીટરનો થ્રો કર્યો હતો, જ્યારે બીજા પ્રયાસમાં 63.97 મીટર દૂર ડિસ્ક ફેંકી હતી. ત્રીજા પ્રયાસમાં તેમણે 64 મીટરની સાથે ફાઈનલ કોટામાં પ્રવેશ મેળવ્યો છે. જો કે, સીમા પૂનિયા ફાઈનલમાં જગ્યા બનાવી શક્યા નથી. તે 60.57 મીટર સુધી જ પહોંચ્યા હતા. આવી રીતે એથલેટિક્સમાં ભારતના મેડલની આશા બચી છે. આ અગાઉ તીરંદાજ અતનૂ દાસ અને બોક્સર અમિત પંઘાલને હાર મળી છે.

આ પણ વાંચોઃ Hindu calendar-Tithi: આ તારીખથી ગુજરાતમાં શ્રાવણ મહિનો શરુ- વાંચો તિથિ-તહેવાર અને શિવપૂજાનું કેલેન્ડર

મહિલા ડિસ્ક થ્રોની ફાઇનલ(Tokyo Olympics Update) 2 ઓગસ્ટના રોજ યોજાવાની છે. કમલપ્રીત કૌર ગ્રુપ બીમાં એકંદરે બીજા સ્થાને રહી હતી. અમેરિકાના વલારી ઓલમેને 66.42 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ગ્રુપમાં અન્ય કોઈ ખેલાડી 64 મીટરના આંકડાને સ્પર્શી શક્યો નથી. બીજી બાજુ, જો આપણે ગ્રુપ A ની વાત કરીએ તો કોઈ પણ મહિલા ખેલાડી 64 મીટરના આંકડાને સ્પર્શી શકી નથી. આ રીતે કમલપ્રીત કૌર પણ ઓવરઓલ ક્વોલિફિકેશનમાં બીજા ક્રમે રહી હતી

આ પણ વાંચોઃ ICICI Bank: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો- વાંચો વિગત

ગ્રુપ A માં સીમા પુનિયા(Tokyo Olympics Update)નો પ્રથમ પ્રયાસ ગેરકાયદેસર હતો. તેણે બીજા પ્રયાસમાં 60.57 અને ત્રીજામાં 58.93 મીટર ફેંક્યા. હવે 12 ખેલાડીઓ ફાઇનલમાં પ્રવેશ કરશે. એથ્લેટિક્સની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી મેડલ જીતી શક્યો નથી. આવી સ્થિતિમાં કમલપ્રીત કૌર આ વખતે આ પરાક્રમ કરી શકે છે. નીરજ ચોપરા પણ પુરુષોની ભાલા ફેંકમાં સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે. તેમની ઇવેન્ટ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે

આ પણ વાંચોઃ Study About Corona spread: વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઈ શકે છે કોરોના

ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics Update)ની વાત કરીએ તો અત્યાર સુધી ભારતના માત્ર બે મેડલની જ પુષ્ટિ થઈ છે. મહિલા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો. બીજી બાજુ, મહિલા મુક્કેબાજ લવલીનાએ સેમીફાઇનલમાં પહોંચીને મેડલની આશા જીવંત કરી છે

Tokyo Olympics Update