hindu calendar panchang

Hindu calendar-Tithi: આ તારીખથી ગુજરાતમાં શ્રાવણ મહિનો શરુ- વાંચો તિથિ-તહેવાર અને શિવપૂજાનું કેલેન્ડર

Hindu calendar-Tithi: શ્રાવણ પહેલાં હરિયાળી અમાસના દિવસે રવિપુષ્યનો સંયોગ રહેશે, શિવ પૂજા માટે 9 દિવસ ખાસ રહેશે

ધર્મ ડેસ્ક, 31 જુલાઇઃ Hindu calendar-Tithi: 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણનો પહેલો સોમવાર 9 ઓગસ્ટના રોજ રહેશે. તે પછી શિવ પૂજાનો બીજો ખાસ દિવસ 15 ઓગસ્ટ, સોમવાર, તે પછી 20 ઓગસ્ટે શ્રાવણનું પહેલો પ્રદોષ વ્રત રહેશે. આ બંને દિવસ શિવપૂજા માટે ખાસ માનવામાં આાવે છે.

આ પણ વાંચોઃ Pensioner moghvari bhathu: રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે..!

આ તિથિઓ(Hindu calendar-Tithi)માં ભગવાન શિવજીની વિશેષ પૂજા-આરાધનાનું પૂર્ણ ફળ મળે છે. ત્યાં જ, ચાતુર્માસના કારણે હવે લગ્ન થઈ શકશે નહીં, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજા-પાઠ ચાલતા રહેશે. શ્રાવણ મહિનામાં આ વખતે દર બીજા-ત્રીજા દિવસે કોઈને કોઈ પર્વ, વ્રત કે શુભ તિથિ રહેશે.

જ્યોતિષ અનુસાર, દેવપોઢી એકાદશીથી આવતા ચાર મહિના સુધી લગ્ન અને અન્ય શુભ કામ થઈ શકશે નહીં. તેનું કારણ જણાવતાં શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીથી ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં રહે છે. આ દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિને સંભાળવાનું કામ કરે છે. એટલે પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજાનું વિધાન છે.

આ પણ વાંચોઃ Victims will get priority in job: એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને નોકરીમાં અપાશે અગ્રીમતા, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

શિવ પૂજા-આરાધનાની ખાસ તિથિઓઃ-

  • પહેલો સોમવારઃ 9 ઓગસ્ટ
  • બીજો સોમવારઃ 16 ઓગસ્ટ
  • ત્રીજો સોમવારઃ 23 ઓગસ્ટ
  • ચોથો સોમવારઃ 30 ઓગસ્ટ
  • પાંચમો સોમવારઃ 6 સપ્ટેમ્બર
  • પ્રદોષ વ્રતઃ શ્રાવણમાં 20 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બરના પ્રદોષ વ્રત રહેશે
  • ચૌદશ તિથિઃ 21 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બર

શ્રાવણ મહિનાના(Hindu calendar-Tithi) ખાસ દિવસઃ-

તારીખ અને વારતિથિ-તહેવાર, વ્રત-પર્વ અને ખાસ તિથિઓ
9 ઓગસ્ટ, સોમવારશ્રાવણનો પહેલો સોમવાર
10 ઓગસ્ટ, મંગળવારમંગળા ગૌરી પૂજન
12 ઓગસ્ટ, ગુરુવારવિનાયક ચોથ
13 ઓગસ્ટ, શુક્રવારનાગ પાંચમ
14 ઓગસ્ટ, શનિવારશીતળા સાતમ
18 ઓગસ્ટ, બુધવારપવિત્રા એકાદશી
20 ઓગસ્ટ, શુક્રવારપ્રદોષ વ્રત
22 ઓગસ્ટ, રવિવારરક્ષાબંધન
25 ઓગસ્ટ, બુધવારબોળચોથ
27 ઓગસ્ટ, શુક્રવારનાગ પાંચમ
28 ઓગસ્ટ, શનિવારરાંધણ છઠ્ઠ
29 ઓગસ્ટ, રવિવારશીતળા સાતમ
30 ઓગસ્ટ, સોમવારજન્માષ્ટમી
31 ઓગસ્ટ, મંગળવારનંદ મહોત્સવ
3 સપ્ટેમ્બર, શુક્રવારઅજા એકાદશી
5 સપ્ટેમ્બર, રવિવારપ્રદોષ વ્રત
6 સપ્ટેમ્બર, સોમવારસોમવતી અમાસનો યોગ
Whatsapp Join Banner Guj