ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના કરવાના બે દિવસ બાકી, હજી સુધી ફાઇલ નથી કર્યું તો આ રીતે કરો ઓનલાઇન ફાઇલ

India Briefing Filing Income Tax Returns in India edited

બિઝનેસ ડેસ્ક, 29 ડિસેમ્બરઃ નાણાકીય વર્ષ 2019-20નો ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે માત્ર બે દિવસનો સમય બાકી છે. અંતિમ સમયમાં આરટીઆર ફાઇલ કરવાથી બચવા માટે તમે આઇટીઆર પહેલા જ ફાઇલ કરી દો. મહત્વપૂર્ણ છે કે 31 ડિસેમ્બર 2020 સુધી રિટર્ન ફાઇલ કરવા પર કોઇ દંડ નહી લાગે પરંતુ લેટ ભરવા પર દંડ ભરવો પડશે. ખાસ કરીને આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે સમયસીમા 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે.

ઓનલાઇન ઇન્કમટેક્સ રિટર્ન ભર્યા પહેલા તમને આ વાતની જાણકારી હોવી જોઇએ કે તમારે કયુ ફોર્મ ભરવાનું છે. સાથે જ ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર સાઇનઅપ અથવા એકાઉન્ટ હોવુ પણ જરૂરી છે. તમે આ રીતે ઓનલાઇન આઇટીઆર ફાઇલ કરી શકો છો. આ માત્ર આઇટીઆર-1 અને આઇટીઆર-4 માટે છે.

whatsapp banner 1
  • ઇન્કમટેક્સની ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જઇને યૂઝર આઇડી (પાન નંબર), પાસવર્ડ અને કેપ્ચા કોડ સાથે લોગ ઇન કરો.
  • ‘e-File’ મેન્યૂ પર ક્લિક કરો અને તે બાદ ‘Income Tax Return’ની લિંક પર ક્લિક કરો.
  • ઇન્કમટેક્સ રિટર્ન પેજ પર પાન ભરેલુ દેખાશે.
  • હવે એસેસમેન્ટ યર, આઇટીઆર ફોર્મ નંબર, ફાઇલિંગ ટાઇપમાં ઓરિજનલ/રિવાઇજ્ડ રિટર્ન પસંદ કરો. તે બાદ સબમિશન મોડમાં પ્રીપેયર એન્ડ સબમિટ ઓનલાઇનને ક્લિક કરો.
  • તે બાદ ‘Continue’ પર ક્લિક કરો. હવે દિશા-નિર્દેશોને સાવધાનીથી વાંચો અને ફોર્મને સાવધાનીથી વાંચ્યા બાદ ભરો.
  • ફોર્મ ભર્યા બાદ ટેક્સ પેડ એન્ડ વેરિફિકેશન ટેબમાં વેરિફિકેશન વિકલ્પને પસંદ કરો.
  • તે બાદ પ્રીવ્યૂ એન્ડ સબમિટ બટન પર ક્લિક કરો.
  • જો તમે ઇ-વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કર્યો છે તો તમે ઇવીસી અથવા ઓટીપીમાંથી કોઇ એક દ્વારા ઇ-વેરિફિકેશનને પૂર્ણ કરી શકો છો.
  • 9. એક વખત વેરિફિકેશનની પ્રક્રિયા પુરી થયા બાદ તમે આઇટીઆર સબમિટ કરી શકો છો.
  • ઇન્કમટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ અનુસાર આયકર રિટર્ન ભર્યા બાદ 120 દિવસની અંદર ઇ-વેરિફિકેશન જરૂરી હોય છે.

આ પણ વાંચો…

ક્યાં વારે કેવા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે?