unnamed 1 edited

ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યું સૂચન

unnamed 1 edited

અમદાવાદ, 29 ડિસેમ્બરઃનવા વર્ષનો પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ. 14 જાન્યુઆરીના રોજ ગુજરાતીઓનોસૌથી પ્રિય તહેવાર ઉત્તરાણ આવી રહી છે. ત્યારે અમદાવાદના તમામ ધાબા ઉપર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને લોકો પોત પોતાના પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરતા હોય છે. અમદાવાદના તમામ ધાબા પર લોકો પતંગ ચગાવી લપેટ લપેટની બુમો પણ પાડ્તા હોય છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ઉત્તરાયણને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામા અનુસાર, ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. સીટીમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.

whatsapp banner 1

આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થશે તો પણ ગુનો નોંધવામાં આવશે. કાર પાવડર, પ્લાસ્ટિક કે પાકા સિન્થેટીક મટિરિયલનો નહીં વાપરી શકાય.

આ પણ વાંચો…

ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના કરવાના બે દિવસ બાકી, હજી સુધી ફાઇલ નથી કર્યું તો આ રીતે કરો ઓનલાઇન ફાઇલ