Income Tax Office

Income Tax Office: આ અઠવાડિયાના શનિ-રવિ ખુલ્લી રહેશે ઇન્કમટેક્સ ઓફિસ, પણ આ તારીખો પહેલા પતાવી લેજો કામ

Income Tax Office: 29થી 31 માર્ચ સુધી બાકીની ઓફિસ બંધ રહેશે અને તમે ઈન્કમ ટેક્સથી જોડાયેલુ કામ પતાવી શકો છો

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 20 માર્ચઃ Income Tax Office: ઈન્કમટેક્સની ઓફિસમાં શનિવાર અને રવિવારે રજા હોય છે પણ આ મહિનાના અંતમાં ઈન્કમટેક્સ ઓફિસમાં કોઈ રજા રહેશે નહીં. આગામી અઠવાડિયાથી 31 માર્ચથી તમામ શનિવાર અને રવિવારે ઓફિસ ખુલ્લી રહેશે.

આવકવેરા વિભાગની પાસે ઘણી બધી ફરિયાદો અને કામ બાકી છે, જેને કરવા માટે દેશભરના તમામ ઈન્કમટેક્સ વિભાગના કાર્યાલય 29,30 અને 31 માર્ચ 2024એ ખુલ્લા રહેશે. આ નિર્દેશ ઈન્કમટેક્સ અધિનિયમ 1961ની કલમ 119 હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની સત્તાઓનો ઉપયોગ કરવા માટે વહીવટી સુવિધા માટે જારી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Muslim have No Right to live in india: ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી, સરકારે આપ્યો સુપ્રીમ કોર્ટને જવાબ

માર્ચના છેલ્લા અઠવાડિયામાં લોન્ગ વીકેન્ડ છે. સરકારી ઓફિસ અને બેન્ક બંધ રહેશે પણ તમને જણાવી દઈએ કે ઈન્કમ ટેક્સ ઓફિસ અને આવકવેરા સેવા કેન્દ્રની રજાઓ હોવા છતાં ખુલ્લા રહેશે. આ એટલા માટે કારણ કે કોઈ મુશ્કેલી વગર સરળતાથી લોકો પોતાનું ઈન્કમટેક્સ રિટર્ન ભરી શકે. તમને જણાવી દઈએ કે 29થી લઈ 1 એપ્રિલ સુધી તમામ સરકારી ઓફિસ બંધ રહેશે. મહાવીર જયંતી, ગુડ ફ્રાયડેની સાથે સાથે શનિવાર-રવિવારની રજાના કારણે લાંબો વીકેન્ડ થઈ ગયો છે.

એક અહેવાલ મુજબ આ ઈન્કમ ટેક્સ ઓફિસ અને આયકર સેવા કેન્દ્ર રજાઓ હોવા છતાં ખુલ્લા રહેશે. 29થી 31 માર્ચ સુધી સરકારી રજાઓ છે. તમામ સરકારી ઓફિસ અને બેન્ક આ દિવસે બંધ રહેશે પણ આયકર ઓફિસમાં રજા હોવા છતાં તેને ખુલ્લી રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ Fuldo Utsav in Dwarka: ભક્તિના રંગે રંગાઇ શ્રીકૃષ્ણની દ્વારકા નગરી, જગતમંદિરમાં ધામધૂમથી ઉજવાશે ફુલ્ડોર ઉત્સવ

29થી લઈ 1 એપ્રિલ સુધી રજા છે. 29એ મહાવીર જયંતીની રજા છે તો 30 માર્ચે ગુડ ફ્રાય ડેની રજા છે. ત્યારે 31 માર્ચે નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ છે, તેથી તે દિવસે સરકારી ઓફિસ લોકો માટે બંધ રહેશે પણ ઈન્કમ ટેક્સ ઓફિસ અને આયકર સેવા કેન્દ્ર ખુલ્લા રહેશે.

તમને જણાવી દઈએ કે તમારી પાસે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તક છે. ત્યારે લોકોને રિટર્ન ફાઈલ કરવાનું બાકી ના રહી જાય, તેથી આયકર વિભાગે ઓફિસને ખુલ્લી રાખી છે. 29થી 31 માર્ચ સુધી બાકીની ઓફિસ બંધ રહેશે અને તમે ઈન્કમ ટેક્સથી જોડાયેલુ કામ પતાવી શકો છો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો