Fuldo Utsav in Dwarka

Fuldo Utsav in Dwarka: ભક્તિના રંગે રંગાઇ શ્રીકૃષ્ણની દ્વારકા નગરી, જગતમંદિરમાં ધામધૂમથી ઉજવાશે ફુલ્ડોર ઉત્સવ

Fuldo Utsav in Dwarka: 25/03ના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે દ્વારકાધીશ ટ્રસ્ટ તરફ થી ફુલડોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

whatsapp banner

દ્વારકા, 20 માર્ચઃ Fuldo Utsav in Dwarka: ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં હોળી ઉત્સવને લઈ ભક્તોને ધસારો જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લાખો લોકો પદયાત્રા કરી દ્વારકા પહોંચી રહ્યા છે. ફુલ્ડોર ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા લાખો ભક્તો દ્વારકા આવી રહ્યા છે. પદયાત્રા માર્ગ પર ઠેર ઠેર જગ્યાએ સેવાભાવી સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હોળી ઉત્સવને લઈને દ્વારકા આવતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોળી ઉત્સવના પાંચ દિવસ પુર્વે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડને લઈ સ્થાનિક તંત્ર દ્વારા કીર્તિસ્તંભથી જગત મંદિર સુધી ખાસ વ્યવસ્થા કરાઈ છે. કીર્તિસ્તંભ ખાતે સામાનઘર અને પ્રસાદઘરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Arundhati Nair: સાઉથની આ અભિનેત્રી જીવન મોત સામે ઝઝૂમી રહી છે, પરિવારે સારવાર માટે માંગી પૈસાની મદદ

નોંધનીય છે કે, 25/03ના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે દ્વારકાધીશ ટ્રસ્ટ તરફ થી ફુલડોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈને વ્યવસ્થા ન સર્જાઈ, દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે એ માટે કીર્તિસ્તંભથી છપ્પન સીડી સુધી બેરીગેટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જગ્યાએ પોલીસ સ્ટાફ તરફ થી ત્યાં પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત મંદિરની આસપાસ નિયત અંતરે ત્રણ જગ્યાએ પોલીસ સહાયતા કેન્દ્ર આરોગ્યની ટીમ તહેનાત કરેલી છે. જેથી કરીને કોઈ ઇમરજન્સી સર્જાઈ તો દર્શનાર્થીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી શકાઈ આ ઊપરાંત એસ.ટી વિભાગ દ્વારા પણ અલગથી સ્પેશ્યલ બસો દોડાવામાં આવી છે. જેથી કરીને દર્શનાર્થીઓ પોતાના ગમતવ્ય સાથને જઈ શકે સમય મર્યાદામાં આ ઉપરાંત રસ્તા ઉપર અને દ્વારકા ખાતે પણ સેવાભાવિ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજ કે જે ઉત્સવમાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે એમને પણ નમ્ર અપીલ છે કે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને પુરતો સહયોગ કરે. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો