stock market

indian Share Market: સેન્સેક્સ-નિફટીમાં ઉછાળો, નિફટી 500 અંક ઉછળ્યો- વાંચો વિગત

indian Share Market: સેન્સેકસની તેજીમાં ICICI બેંક, HDFC બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પ્રત્યેક 125 અંકોનું યોગદાન આપી રહ્યાં છે

બિઝનેસ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ indian Share Market: ભારતીય શેરબજારમાં યુક્રેન-રશિયા વચ્ચે ગઈકાલે ફાટી નીકળેલા યુદ્ધને કારણે મસમોટી ખાનાખરાબી જોવા મળી હતી. જોકે સપ્તાહના અંતિમ સત્રમાં આ કડાકો સ્પ્રિંગની જેમ ફરી ઉછળ્યો હતો. બેંચમાર્ક ઈન્ડાયસિસમાં શરૂઆતી કલાકમાં 3%નો ઉછાળો જોવા મળ્યો છે.

એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 1637 અંકોના ઉછાળે 56,167ના લેવલે અને નિફટી 50 સૂચકઆંક 494 અંકોના, 3.03%ના ઉછાળે 16,744ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. સેન્સેકસમાં સમાવિષ્ટ તમામ 30 શેર આજે વધીને કામકાજ કરી રહ્યાં છે જ્યારે નિફટી 50ના માત્ર બે કંપનીના શેર બ્રિટાનિયા અને નેસ્લે ઈન્ડિયા જ નેગેટીવ ઝોનમાં કારોબાર કરી રહ્યાં છે.

આજની આ તેજી બેંકો અને આઈટી દિગ્ગજની સાથે રિલાયન્સના ઉછાળાને અભારી છે.  સેન્સેકસની તેજીમાં ICICI બેંક, HDFC બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પ્રત્યેક 125 અંકોનું યોગદાન આપી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Bhavnath fair start in Junagadh: આજથી જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભ

બ્રોડર માર્કેટ પર નજર કરીએ તો બીએસઈ મિડકેપ ઈન્ડેકસ 4.21%ના ઉછાળે 22,256ના સ્તરે અને સ્મોલકેપ ઈન્ડેકસ 4.33%ના જમ્પ સાથે 26,490ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે આજે એડવાન્સ ડિકલાઈન રેશિયો 4:1 છે. 2540 વધનારા શેરની આજના સત્રમાં માત્ર 609 શેર જ ઘટીને કારોબાર કરી રહ્યાં છે.

જોકે સર્કિટના આંકડા ખરાબ છે. બીએસઈ ખાતે શુક્રેવારે 11 કલાકે 209 શેરમાં અપર સર્કિટ તો 247 શેરમાં લોઅર સર્કિટ લાગેલ છે અને 51 શેર 52 સપ્તાહના ટોચે અને 45 શેર 52 સપ્તાહના નવા તળિયે પહોંચ્યા છે.

Gujarati banner 01