school 1605808499 edited e1647265814271

About 10th exam: ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સરકારે લીધો મોટો નિર્ણય- ખાસ વાંચો આ વિગત

About 10th exam: આ વર્ષે 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે જેમાં ધો.10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે.

ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ About 10th exam: ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે સરકારે વિદ્યાર્થીઓને ગણિત વિષય માટે પસંદગી કરવાનો મોકો આપ્યો છે. આ વખતે લેવાનારી પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષય માટે બે વિકલ્પ પસંદ કરી શકશે જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે વિકલ્પ રહેશે. આ બંને વિકલ્પમાંથી વિદ્યાર્થીઓ કોઈ એક વિષય પસંદ કરીને પરીક્ષા આપી શકશે. 

આ વિકલ્પ મુજબ આ વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 9,25,575 વિદ્યાર્થીઓમાંથી 87% વિદ્યાર્થીઓની બેઝિક ગણિત પસંદ કર્યું છે. જ્યારે 13% વિદ્યાર્થીઓ સ્ટન્ડર્ડ ગણિતનો વિકલ્પ પસંદ કર્યો છે. વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ ના થાય તે માટે બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ indian Share Market: સેન્સેક્સ-નિફટીમાં ઉછાળો, નિફટી 500 અંક ઉછળ્યો- વાંચો વિગત

Gujarati banner 01