IPO image

IPOs of 10 companies: ડિસેમ્બરમાં આ 10 કંપનીઓના આવશે આટલા હજાર કરોડના IPO; જાણો વિગત

બિઝનેસ ડેસ્ક: ૦૩ ડિસેમ્બરઃ IPOs of 10 companies: રોકાણકારો માટે ડિસેમ્બરનો મહિનો રોકાણ માટે શ્રેષ્ઠ બની શકે છે. ડિસેમ્બરમાં 10 માતબર કંપનીઓ પોતાનો IPO બહાર પાડવાની છે. લગભગ 10,000 કરોડથી વધુના આ IPO હશે એવુ બજારના જાણકારોનું કહેવું છે.

બુધવારે બે કંપનીઓના IPO ખુલ્યા હતા. ત્યારબાદ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ અને તેગા ઈન્ડસ્ટ્રીના IPO ખુલ્યા છે. એ અગાઉ ગયા મહિને પણ 10 કંપનીઓના IPO ખુલ્યા હતા.

IPOs of 10 companies: ડિસેમ્બરમાં રેટગેઈન ટ્રાવેલ ટેક્સનોલોજીસ અને આનંદ રાઠી વેલ્થ લિમિટેડના પણ IPO આવવાના છે. રેટગેઈન ટ્રાવેલ અને હોસ્પિટલાલિટી ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઈડર છે. આનંદ રાઠી વેલ્થ ફાઈનાન્શિયલ સર્વિસ ગ્રુપ આનંદ રાઠીનો એક ભાગ છે. રેટગેઈનનુ 1,335 કરોડ રૂપિયાનું પ્રારંભિક શેર વેચાણ 2થી 9 ડિસેમ્બર દરમિયાન જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને આનંદ રાઠી વેલ્થનો 660 કરોડનો IPO 2 ડિસેમ્બરના ખુલશે.

એ સિવાય ગ્લોબલ હેલ્થ લિમિટિડનો પણ IPO આવવાનો છે. મદાંતા બ્રાન્ડ હેઠળ હોસ્પિટલનું સંચાલન અને મેનેજમેન્ટ કરનારી ફાર્મસી રિટેલ ચેઈન મેડપ્લસ હેલ્થ સર્વિસિસ અને હેલ્થિયમ મેડટેકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેટ્રો બ્રાન્ડ, શ્રીરામ પ્રોપર્ટીઝ, AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજી, શ્રી બજરંગ પાવર એન્ડ ઈસ્પાત અને VLCC હેલ્થ કેરના પણ ડિસેમ્બર IPO લોન્ચ થવાના છે. આ કંપનીઓ સામૂહિક રીતે 10,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ IPO મારફત ઊભા કરશે.

આ પણ વાંચો…Stop Sugar Craving: તમને પણ વારંવાર ગળ્યુ ખાવાનું મન થાય છે? તો આ રીતે કરો કંટ્રોલ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj