IT raids in Dolo Tablet company

IT raids in Dolo Tablet companyડોલો ગોળીના ઉત્પાદકોને ત્યાં ITના દરોડા, કોરોનાના 20 મહિના દરમિયાન 350 કરોડ ટેબ્લેટનું થયુ હતુ વેચાણ- વાંચો વિગત

IT raids in Dolo Tablet company: ડોલો 650ની ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડે કોરોના કાળ દરમિયાન આશરે 600 કરોડ રૂપિયાની કમાણી કરી

બિઝનેસ ડેસ્ક, 06 જુલાઇઃ IT raids in Dolo Tablet company: આવકવેરા વિભાગે બેંગાલુરૂ ખાતે ‘ડોલો’ ટેબ્લેટ્સના ઉત્પાદકોના ત્યાં દરોડો પાડ્યો છે. ડોલો ટેબ્લેટ્સના ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી તથા ડિરેક્ટરના ઠેકાણા પર આઈટી વિભાગે છાપો માર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી શરૂ કરીને લોકોની વાતોમાં અને સોશિયલ મીડિયા પર એમ દરેક જગ્યાએ DOLO-650 ટેબ્લેટ છવાયેલી રહી હતી. કોરોના મહામારીના 20-22 મહિના દરમિયાન એટલે કે, માર્ચ 2020થી ડિસેમ્બર 2021 દરમિયાન ડોલો 650ની 350 કરોડ ગોળીઓ વેચાઈ ગઈ હતી. ડોલો 650ની ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડે કોરોના કાળ દરમિયાન આશરે 600 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.  

આ પણ વાંચોઃ CBSE 10th 12th Result Date: CBSE ધો10 અને 12ના પરિણામની તારીખ જાહેર, આ રીતે જાણો રીઝલ્ટ

ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુટર જીસી સુરાણાએ 1973ના વર્ષમાં આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તેમનો દીકરો દિલીપ સુરાણા આ કંપની ચલાવે છે. કંપનીએ પોતાની પેરાસિટામોલ બ્રાન્ડ ડોલોને 650 મિલિગ્રામ કેટેગરીમાં લોન્ચ કરી છે જ્યારે બાકીની બ્રાન્ડ માત્ર 500 મિલિગ્રામ પેરાસિટામોલ આપે છે. 

ઉપરાંત તેના પ્રમોશનમાં FUO એટલે કે ‘Fever of Unknown Origin’ શબ્દનો ઉપયોગ થતો હોવાથી પણ કંપનીને ફાયદો મળ્યો હતો. 

આ પણ વાંચોઃ Jamnagar vikas yojna: જામનાગરવાસીઓને ગુજરાતના સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની ભેટ આપતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Gujarati banner 01