Jio world drive: રિલાયન્સે મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવ શરૂ કરવાની જાહેરાત કરી, મુંબઈનું પ્રથમ આઇકોનિક રુફટોપ જિયો ડ્રાઇવ-ઇન થિયેટર

Jio world drive: બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં પ્રથમ પ્રીમિયમ રિટેલ ડેસ્ટિનેશન

મુંબઈ, 08 ઓક્ટોબર: Jio world drive: મુંબઈના વાણિજ્યિક કેન્દ્ર બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં રિલાયન્સે એના પ્રીમિયમ રિટેલ ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ ડ્રાઇવ (જેડબલ્યુડી)ની શરૂઆત કરી હતી. મેકર મેક્સિટીમાં 17.5 એકર એરિયામાં પથરાયેલા અને બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં વ્યૂહાત્મક રીતે સ્થિત જિયો વર્લ્ડ ડ્રાઇવ મુંબઈની નવું, વાઇબ્રન્ટ શહેરી હેંગઆઉટ છે. આ સંકુલ 72 પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય અને ભારતીય બ્રાન્ડ ધરાવે છે, સમગ્ર દુનિયાની વાનગી પીરસતાં 27 કયૂલેનરી આઉટલેટ ધરાવે છે, મુંબઈનું પ્રથમ રુફટોપ ડ્રાઇવ-ઇન થિયેટર, ઓપન-એર વીકેન્ડ કમ્યુનિટી માર્કેટ, પેટ-ફ્રેન્ડલી સર્વિસીસ, પ્રતિબદ્ધ પોપ-અપ અનુભવ અને અન્ય બીસ્પોક સેવાઓ પૂરી પાડે છે.


પ્રસિદ્ધ ડિઝાઇન આર્કિટેક્ટ રોસ બોનથોર્ને અને એન્ડી લેમ્પાર્ડ દ્વારા ડિઝાઇન થયેલું જિયો વર્લ્ડ ડ્રાઇવનું સુંદર રવેશ રિટેલ સ્થાપત્યમાં બેનમૂન છે, જે ફ્રેંચ વિભાવના નુઆજથી પ્રેરિત છે, જે વાદળા જેવું માળખું ધરાવે છે. આ સંકુલમાં સોફ્ટ ડિફ્યુઝ સ્કાયલાઇટ સાથે હાઈ-સ્ટ્રીટ અનુભવ આપે છે, જે ઓપન એર વાઇબ ઊભા કરે છે. જ્યારે ડિઝાઇન ઇનડોર સાથે આઉટડોરના મિશ્રણની વિભાવના પર નિર્મિત છે, ત્યારે સમગ્ર સંકુલમાં કળા આર્ટ ગેલેરીની બહાર હોય એવો નજારો ઊભો કરે છે અને રોજિંદા અનુભવ માટે દર્શકોને આવકારે છે. સંકુલ ભારતમાં વાણિજિયક જગ્યામાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય જાહેર કળાનું સૌથી વિવિધ કલેક્શન ઓફર કરે છે.

આ પણ વાંચોઃ Rain with strong winds: નોરતા રસીકો માટે માઠા સમાચાર, ગુજરાતના આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો- વાંચો વિગત

પ્રસિદ્ધ કલાકારોએ બનાવેલી આધુનિક કળાત્મક ચીજવસ્તુઓ ગ્રાહકોને રચનાત્મક અને કળાત્મક અભિવ્યક્તિના વિઝ્યુઅલ ફ્રેમવર્કમાં ગ્રાહકોને જકડી રાખે છે, જે મુંબઈના જુસ્સા અને એની ઘણી ખાસિયતો અને લાક્ષણિકતાઓને વ્યક્ત કરે છે. રોમાંચક નવી વિભાવનાઓ સાથે પથપ્રદર્શક રિટેલ ઇનોવેશન ધરાવતું આ સંકુલ ભારતમાં પહેલીવાર ‘ડેઝિગ્નેટેડ પોપ-અપ સ્પેસીસ’ની આંતરરાષ્ટ્રીય વિભાવના પ્રસ્તુત કરશે. પોપ-અપ @ ધ વ્હાઇટ ક્રો વિશિષ્ટ કસ્ટમાઇઝ કરી શકાય એવી વિભાવના છે, જે ગ્રાહકો અને બ્રાન્ડ્સ બંને માટે શોધ અને સુલભતા માટે પ્લેટફોર્મ પ્રદાન કરશે.

આ અભૂતપૂર્વ ફેશનવેર, લાઇફસ્ટાઇલ, એક્સેસરીઝ બ્રાન્ડ દર ત્રણ મહિને નવેસરથી પ્રસ્તુત થાય છે. રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના સીઇઓ દર્શન મહેતાએ, ઉદઘાટન પર ટિપ્પણી કરી, “બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ ડ્રાઇવ ખુલવાની સાથે મુંબઈમાં નવું સામાજિક કેન્દ્ર બનવા સજ્જ છે. આ સંકુલ મુંબઈના હાર્દમાં દુનિયાભરમાંથી આ પ્રકારના રિટેલ એવેન્યૂમાંથી કોઈ પણ વ્યક્તિ રાખી શકે એવી અપેક્ષાઓ પૂર્ણ કરવા નવા માપદંડો સ્થાપિત કરશે. આગામી જિયો ડ્રાઇવ-ઇન થિયેટર જેવી આઇકોનિક ઓફર આ મુલાકાત લેવા માટે આવશ્યક ડેસ્ટિનેશનને તમામ માટે ખુશીઓની ક્ષણ ઊભી કરશે.”

Jio world drive


વિશિષ્ટ અનુભવોને કેન્દ્રમાં રાખતું આ સંકુલમાં રિલાયન્સનો નવો ફૂડ અને ગ્રોસરી સ્ટોર ફ્રેશપિક છે, જે સમજુ અને યુવાન મોબાઇલ, ઉબેર અર્બન ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપશે. એમાં આંતરરાષ્ટ્રીય હોમ-ડિકોર અગ્રણી વેસ્ટ ઇલ્મનો ભારતનો પ્રથમ ફ્લેગશિપ અને એન્કર સ્ટોર પણ પ્રસ્તુત થશે તેમજ હેમ્લેઝ પ્લે નામનો હેમ્લેઝનો દુનિયાનો પ્રથમ કોન્સેપ્ટ સ્ટોર પણ શરૂ થશે.

વળી જિયો વર્લ્ડ ડ્રાઇવ મુંબઈનું સૌપ્રથમ રુફટોપ જિયો ડ્રાઇવ-ઇન થિયેટર ધરાવે છે. પીવીઆર દ્વારા ઓપરેટેડ, 290 કારની ક્ષમતા સાથે, આ થિયેટર મુંબઈના આ સુંદર લોકેશનમાં પ્રથમ ડ્રાઇવ-ઇન સિનેમાને સમર્પિત છે. આ સંકુલમાં ભારતમાં પ્રથમ માઇસન પીવીઆરની વિભાવના ધરાવતું પીવીઆરનું ફ્લેગશિપ સિનેમા શરૂ થયું છે. નવી વિભાવના 6 અદ્યતન મલ્ટિપ્લેક્સ થિયેટર્સ સાથે શરૂ થઈ છે, જેમાં વીઆઇપી મહેમાનો માટે પ્રીવ્યૂ, થિયેટર અને અલગ પ્રવેશની સુવિધા હશે.

તમને અહીં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં દુનિયાભરની સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ સંકુલમાં ફર્સ્ટ-ટૂ- માર્કેટ એફએન્ડબી અનુભવ મળશે અને મલ્ટિ-ક્યુસિન કેફે-કોર્ટ અ ન્યુ એઝ (a new age) જેવી વિશિષ્ટ ડાઇનિંગ વિભાવનાનો અનુભવ મળશે, જેમાં નિષ્ણાતો તમારી મનપસંદ રેસ્ટોરામાંથી ટેબલ પર સીધું ફૂડ સર્વ કરશે. આ ઉપરાંત મહેમાનોને ફર્સ્ટ-ટૂમાર્કેટ રેસ્ટોરાં અને આઉટલેટ્સમાંથી પસંદગી કરવાનો વિકલ્પ પણ મળશે, જે સુંદર અને સ્વાદિષ્ઠ ભોજન કળાત્મક રીતે પ્રદાન કરશે.

આ પણ વાંચોઃ Ranjit singh murder case: રણજીત સિંહ હત્યા કેસમાં CBI કોર્ટનો મોટો નિર્ણય, ગુરમીત સહિત 5 દોષિત- આ તારીખ કોર્ટ સંભળાવશે સજા

સંપૂર્ણ પારિવારિક અનુભવો આપવા આ સંકુલ સલામત, પેટ-ઇન્ક્લૂઝિવ વાતાવરણ ઓફર કરશે, જે ભારતમાં વધુ એક કમર્શિયલ સ્પેસ છે, જે હજુ પોસાય તેમ નથી. આ ટેક સેવ્વી કેનાઇન ક્રેશ એન્ડ સ્પા વેગટેઇલ જેવા અનુભવો ઓફર કરશે, જે પેટ-ફ્રેન્ડલી કાફે અને ઓપન-એર વીકેન્ડ માર્કેટપ્લેસ છે, જે તેમના પાળતુ પશુઓ સાથે સહભાગી થવા મહેમાનોને સર્વસમાવેશક સ્પેસ આપશે. વળી ખુશીઓ મેળવા આ સંકુલ ધ ગ્રીન કો-ઓપ પણ ધરાવે છે, જે આનંદદાયક, પેટ-ફ્રેન્ડલી, ઓપન-એર, પોપ-અપ વીકેન્ડ માર્કેટપ્લેસ છે, જે એના વિક્રેતાઓને દર અઠવાડિયે તાજગી આપે છે.

આ સ્વદેશી બ્રાન્ડ્સથી લઈને ઇન્વેન્ટિવ હોમ-શેફ પાસેથી પોપ-અપ મેનુ અને સંપૂર્ણ, સ્વદેશી ઉત્પાદનના કિંમતી ખજાનો ઓફર કરશે. વર્કશોપ, લાઇવન સંગીત અને ટેસ્ટિંગ મેનુ સાથે ઓપન માર્કેટપ્લેસ વર્ષ 2021ની શરૂઆતથી ‘મુલાકાત લેવા જેવું’ વીકેન્ડ હેંગઆઉટ બની ગયું છે.

બીસ્પોક અનુભવો મેળવવા પર કેન્દ્રિત જિયો વર્લ્ડ ડ્રાઇવ હોસ્પિટાલિટી-ઓરિએન્ટેડ, પૂરક સેવાઓ પ્રસ્તુત કરે છે. હેન્ડ્સ-ફ્રી સેવાઓ શોપિંગ બેગ ડ્રોપ-ઓફ્સ અને પિક-અપ્સ માટેની સુવિધા આપે છે. સ્ટાઇલિંગ મેકઓવર પ્રોગ્રામ વોર્ડરોબ અને સ્ટાઇલને નવેસરથી પરિભાષિત કરવા માટે બુક કરી શકાશે. બટલર સર્વિસ તમામ સનડ્રાય જરૂરિયાતો માટે ગો-ટૂ ટચપોઇન્ટ છે. વિવિધ અને વિશિષ્ટ અનુભવો આપવા માટે ગ્રાહકના અભિગમ વિશે મહેતાએ ઉમેર્યું હતું કે, “અમારું સંશોધન સૂચવે છે કે, ગ્રાહકો વિશિષ્ટ અનુભવો માટે બહાર નીકળવા તૈયાર છે, ખાસ કરીને એવા સ્થાનોમાં, જે કોઈ પણ વ્યક્તિને તેમની પસંદગીના લોકો સાથે શ્રેષ્ઠ અનુભવ આપી શકે. અમારો ઉદ્દેશ જિયો વર્લ્ડ ડ્રાઇવમાં એ જ છે.” જિયો વર્લ્ડ ડ્રાઇવ આંતરરાષ્ટ્રીય કોવિડ માર્ગદર્શિકા અને સલામતીની આચારસંહિતાને અનુસરે છે. રસીના બે ડોઝ લીધા હોય એમના માટે અને બીજા ડોઝ પછી 14 દિવસના ગાળા પછી જ વ્યક્તિને પ્રવેશની છૂટ છે.

Whatsapp Join Banner Guj