Ranjit singh murder case

Ranjit singh murder case: રણજીત સિંહ હત્યા કેસમાં CBI કોર્ટનો મોટો નિર્ણય, ગુરમીત સહિત 5 દોષિત- આ તારીખ કોર્ટ સંભળાવશે સજા

Ranjit singh murder case: ગુરમીત રામ રહીમ પહેલેથી જ રોહતકની સુનારિયા જેલમાં બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે

નવી દિલ્હી, 08 ઓક્ટોબરઃ Ranjit singh murder case: ડેરા પ્રમુખ રામ રહીમ પર ચાલી રહેલા રણજિત હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સીબીઆઈની વિશેષ અદાલત 12 ઓક્ટોબરે તમામ દોષિતોની સજાની જાહેરાત કરશે. 

બાબા રામ રહીમ પર ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાનો આરોપ છે. આ કેસમાં બાબા રામ રહીમ સહિત કૃષ્ણ લાલ, જસવીર સબદિલ અને અવતાર પણ આરોપી છે. ગુરમીત રામ રહીમ પહેલેથી જ રોહતકની સુનારિયા જેલમાં બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

આ પણ વાંચોઃ first indian woman to win world championship: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા બની અંશુ મલિક

18 ઓગસ્ટે કેસમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સીબીઆઈ કોર્ટમાં અંતિમ દલીલના તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા. સીબીઆઈ કોર્ટે બચાવ અને સીબીઆઈ પક્ષને પૂછ્યું હતું કે શું આમાં કોઈ પણ પક્ષ કોઈ અન્ય દલીલ કરવા માંગે છે. બંને પક્ષો દ્વારા આને નકારવામાં આવ્યો હતો.

Whatsapp Join Banner Guj