LIC IPO 2022

LIC IPO 2022: LIC પોતાના 3.5 ટકા શેરનું વેચાણ IPO દ્વારા કરશે, સાથે પોલિસીધારકોને મળશે છૂટ- વાંચો વિગત

LIC IPO 2022: LICએ એન્કર રોકાણકારો પાસેથી 5,627 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે જેમાં મોટા ભાગની ઘરેલુ કંપનીઓ છે

બિઝનેસ ડેસ્ક, 04 મેઃ LIC IPO 2022: આજે રોકાણકારો માટે દેશનો સૌથી મોટો IPO ખુલવા જઈ રહ્યો છે જેને લઈ બજારના ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર IPOમાં ભાગીદારી માટે કેટલું ન્યૂનતમ અને મહત્તમ રોકાણ કરી શકાય વગેરે પ્રકારના સવાલ-જવાબની પણ આપ-લે થઈ રહી છે. 

LICએ એન્કર રોકાણકારો પાસેથી 5,627 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે જેમાં મોટા ભાગની ઘરેલુ કંપનીઓ છે. એન્કર રોકાણકારો માટે 949 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના દર પર 5.92 કરોડ શેર આરક્ષિત રાખવામાં આવ્યા હતા. LIC પોતાના 3.5 ટકા શેરનું વેચાણ IPO દ્વારા કરવાની છે જેના દ્વારા 20,557 કરોડ રૂપિયા એકઠા થાય તેવી આશા છે. 

આ પણ વાંચોઃ Tips will save from heat wave: ગરમીથી બચવામાં આ ઉપાય કરશે તમારી મદદ- આજથી શરુ કરી જુઓ

ઉલ્લેખનીય છે કે, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સે અગાઉ આશરે 2,100 રૂપિયા જેટલી પ્રાઈસ બેન્ડ નિર્ધારીત કરી હતી પરંતુ માર્કેટ ડાઉન થયા બાદ તે 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડમાં આવી ગયું છે. આ કારણે નાના રોકાણકારો પણ પૈસા લગાવી શકશે. ઉપરાંત પોલિસીધારકોને છૂટ મળશે અને LIC કર્મચારીઓને 45 રૂપિયાની છૂટ મળશે. 

ઓનલાઇન રોકાણ કરનારા પણ રોકાણ કરી શકાશે. તમે કોઈ પણ ટ્રેડિંગ એપ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશો. માત્ર KYCની જરૂર પડશે. બેંક અને ડીમેટ એકાઉન્ટની જરૂર રહેશે. કોઈ પણ ઓનલાઈન ટ્રેડિંગ એપ દ્વારા થોડા સમયમાં જ KYC થઈ જશે. તે માટે કોઈ ચાર્જ વગેરે નથી લાગતું. 

મહત્વનું છે કે, કોઈ પણ સામાન્ય રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર IPOમાં ખરીદવા પડશે. જો 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડમાં છૂટ જેવા લાભને અલગ કરીને ગણીએ તો કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછું 13-14 હજાર રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવાનું રહેશે. 

આ પણ વાંચોઃ Fire in balaji wafers factory: હિંમતનગરમાં બાલાજી વેફર્સની ફેક્ટરીમાં લાગી આગ, કોઇને જાનહાનિ થઇ નથી

Gujarati banner 01