LT finance

L&T Finance Holdings Limited: એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટિડે પોતાની પેટાકંપનીઓ સાથે મર્જર પૂર્ણ કર્યું

L&T Finance Holdings Limited: મર્જર એક સરળ ‘સિંગલ લેન્ડિંગ એન્ટિટી’ની રચના તરફ દોરી જશે; આમ, તમામ ધિરાણ વ્યવસાયો એક ઓપરેટિંગ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) હેઠળ આવશે

મુંબઈ, 04 ડિસેમ્બર: L&T Finance Holdings Limited: ઇક્વિટી લિસ્ટેડ હોલ્ડિંગ કંપની એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) આજે તેની પેટાકંપનીઓ એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ), એલએન્ડટી ઇન્ફ્રા ક્રેડિટ લિમિટેડ (એલટીઆઇસીએલ) અને એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી લિમિટેડના પોતાનામાં વિલીનીકરણની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરી છે.

એલટીએફએચ એ અગ્રણી એનબીએફસી છે અને એલએન્ડટી ફાઇનાન્સ બ્રાન્ડ હેઠળ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની શ્રેણી ઓફર કરે છે. એલટીએફએચ હોલ્ડિંગ કંપની હતી જ્યારે એલટીએફ અને એલટીઆઈસીએલ હાઇ વેલ્યુ ડેટ લિસ્ટેડ એન્ટિટી અને ઓપરેટિંગ એન્ટિટી હતી. આ મર્જર સાથે, તમામ ધિરાણ વ્યવસાયો એક જ એન્ટિટી એટલે કે એલટીએફએચ હેઠળ રાખવામાં આવશે અને તે ઇક્વિટી લિસ્ટેડ ઓપરેટિંગ લેન્ડિંગ એન્ટિટી બનશે.

ઉપરોક્ત કંપનીઓના સંબંધિત બોર્ડે જાન્યુઆરી 2023માં સૂચિત મર્જરને મંજૂરી આપી હતી અને શેરધારકો, લેણદારો અને નિયમનકારી/ વૈધાનિક સત્તાવાળાઓ- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ), નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), અને સ્ટોક એક્સચેન્જ તરફથી જરૂરી મંજૂરીઓ પછી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

મર્જરના મુખ્ય ફાયદાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ઉચ્ચ ગવર્નન્સ અને નિયંત્રણોઃ એક જ એન્ટિટીના સ્ટ્રક્ચરથી ગવર્નન્સ અને કંટ્રોલ વધારવામાં મદદ મળશે જેથી વિવિધ પેટાકંપનીઓ પર વિવિધ પ્રક્રિયાઓના ડુપ્લિકેશનને દૂર કરવાને કારણે કોર્પોરેટ સ્ટ્રક્ચર સરળ બનશે.

વધુ સારું લાયેબિલિટી મેનેજમેન્ટઃ એક જ એન્ટિટી માટે લિક્વિડિટી મેનેજમેન્ટથી અનેક એન્ટિટીની લિક્વિડિટી મેનેજ કરવા માટે થતા ખર્ચની સરખામણીએ એક જ એન્ટિટીના ખર્ચ અંગે ટ્રેઝરી અને ઓપરેશનલ કાર્યક્ષમતા આવશે જેના પગલે વધુ સારી રીતે લાયેબિલિટી મેનેજમેન્ટ થઈ શકશે.

શેરધારકોને ઉચ્ચ વળતર પ્રદાન કરવાની ક્ષમતાઃ એલટીએફએચ હોલ્ડિંગ કંપની (કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની) માંથી ઓપરેટિંગ લેન્ડિંગ એન્ટિટી બનશે જેનાથી ધિરાણ વ્યવસાયોમાંથી સીધો નફો મેળવશે જે તેના શેરધારકોને ઊંચું વળતર પ્રદાન કરવાની તેની ક્ષમતામાં વધારો કરશે.

આરબીઆઈ સ્કેલ આધારિત નિયમોનું સરળ કમ્પ્લાયન્સ અને પાલનઃ એલટીએફને વર્તમાન આરબીઆઈ નિયમો હેઠળ એનબીએફસી- અપર લેયર તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી, જેના હેઠળ આવા વર્ગીકરણની તારીખથી ત્રણ વર્ષની અંદર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાનું ફરજિયાત છે.

આનાથી એલએન્ડટી ફાઇનાન્સમાં બે ઇક્વિટી લિસ્ટેડ એન્ટિટી હશે. વિલીનીકરણથી બે ઈક્વિટી લિસ્ટેડ એન્ટિટી બનાવવાની પ્રક્રિયા ટળે છે જ્યારે લિસ્ટિંગના સંદર્ભમાં આરબીઆઈ સ્કેલ આધારિત નિયમોનું સરળ પાલન સુનિશ્ચિત કરે છે.

ઓપરેશનલ કાર્યક્ષમતા: સિંગલ એન્ટિટી સ્ટ્રક્ચર મેનેજમેન્ટ બેન્ડવિડ્થના વધુ સારા ઉપયોગ, સિસ્ટમ્સ અને નિયંત્રણોના એકત્રીકરણ અને વહીવટી ખર્ચ/ખર્ચમાં ઘટાડો કરવાના સંદર્ભમાં ઓપરેશનલ કાર્યક્ષમતાને સરળ બનાવશે.

વિલીનીકરણ અંગે ટિપ્પણી કરતાં, એલટીએફએચના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દિનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, “મને એ જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે કે તમામ જરૂરી મંજૂરીઓ સાથે નિર્ધારિત સમય પહેલાં મર્જર પૂર્ણ થઈ ગયું છે. આ વિલીનીકરણ એ ‘રાઇટ સ્ટ્રક્ચર’ વ્યૂહરચનાને અનુરૂપ અમારા દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય વ્યૂહાત્મક પહેલોમાંની એક છે જેને અમારી કંપની છેલ્લા સાત વર્ષથી અમલમાં મૂકી રહી છે; એનબીએફસીની સંખ્યા 8થી ઘટીને 1 થઈ છે.

એક જ એનબીએફસી-રોકાણ અને ક્રેડિટ કંપની રજિસ્ટ્રેશન અને એલટીએફએચ સાથે એક નોન-ઓપરેટિંગ એન્ટિટી સાથે મર્જ કરવાનો નિર્ણય બજારની ગતિશીલતા, આંતરિક સમન્વય અને વિઝનને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા પછી સતત વૃદ્ધિ માટે લેવામાં આવ્યો હતો.

મર્જર સાથે, અમે માનીએ છીએ કે અમે વૃદ્ધિ, નવીનતા અને લાંબા ગાળાની સફળતા માટે નવા રસ્તાઓ ખોલી શકીશું. આ તમામ લાભો શ્રેષ્ઠ ગવર્નન્સ તરફ દોરી જશે જે તમામ હિસ્સેદારો માટે ટકાઉ મૂલ્યનું સર્જન કરશે.”

આ પણ વાંચો… Fake Toll Naka caught in Gujarat: ગુજરાતમાં ઝડપાયું નકલી ટોલનાકુ, વાંચો સમગ્ર મામલો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો