Medicines prices increase

Medicines prices increase: પેટ્રોલ-ગેસ-તેલ બાદ હવે દવાઓ પણ થશે મોંઘી, આ તારીખથી આ દવાઓના ભાવમાં થશે વધારો- વાંચો વિગત

Medicines prices increase: નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) એટલે કે જરૂરી દવાઓની સૂચિમાં આવતી લગભગ 800 જેટલા દવાઓના ભાવમાં એપ્રિલથી 10.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે

બિઝનેસ ડેસ્ક, 26 માર્ચઃ Medicines prices increase: મોંઘવારીનો માર સામાન્ય માણસ પર રોજ રોજ પડી રહ્યો છે. પેટ્રોલ- ડિઝલ- ગેસ અને ખાધ્ય તેલ બાદ હવે દવાઓના ભાવમાં વધારો થવા જઇ રહ્યો છે. નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) એટલે કે જરૂરી દવાઓની સૂચિમાં આવતી લગભગ 800 જેટલા દવાઓના ભાવમાં એપ્રિલથી 10.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. Wholesale Price Index (WPI) માં ઝડપથી વધારાના કારણે આમ થઈ રહ્યું છે. જેમા તાવ, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા રોગ અને એનીમિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.

આગામી મહિનેથી પેનકિલર અને એન્ટી બાયોટિક જેમ કે પેરાસિટામોલ ફિનાઈટોઈન સોડિયમ, મેટ્રોનિયડાઝોલ જેવી જરૂરી દવાઓ મોંઘી મળવા લાગશે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે શિડ્યૂલ ડ્રગ્સના ભાવમાં વધારો કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ ઓથોરિટી(NPPA) ના જણાવ્યા મુજબ આ દવાઓના ભાવ WPI ના આધારે નક્કી કરાય છે. 

હકીકતમાં કોરોના મહામારી બાદ ફાર્મા ઈન્ડસ્ટ્રી દવાઓના ભાવ વધારવાની સતત માંગણી કરી રહી હતી. NPPAએ શિડ્યૂલ ડ્રગ્સ માટે ભાવમાં 10.7 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. અત્રે જણાવવાનું કે શિડ્યૂલ ડ્રગ્સમાં જરૂરી દવાઓ સામેલ છે જેના ભાવ પર નિયંત્રણ હોય છે. તેના ભાવ મંજૂરી વગર વધારી શકાતા નથી. જે દવાઓના ભાવ વધવા જઈ રહ્યા છે તેમા કોરોનાના મધ્યમથી લઈને ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. 

આ પણ વાંચોઃ Anupam kher angry over kejriwal’s statement: કાશ્મીર ફાઈલ્સને જુઠ્ઠાણુ ગણાવતા કેજરીવાલના નિવેદન પર ભડકયા અનુપમ ખેર

આ દવાઓ સામેલ
હવે તાવ, સંક્રમણ, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા રોગ, અને એનીમિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓના ભાવ વધશે. જેમાં પેરાસિટામોલ, ફોનોબાર્બિટોન, ફિનાઈટોઈન, સોડિયમ, એઝથ્રોમાઈસિન, સિપ્રોફ્લોક્સાસિન હાઈડ્રોક્લોરાઈડ અને મેટ્રોનિડાઝોલ જેવી દવાઓ સામેલ છે. એક એપ્રિલ 2022થી દવાઓના ભાવમાં વધારો જોવા મળશે. 

આ અગાઉ 7 માર્ચના રોજ સરકારે જણાવ્યું કે ગત મહિને એટલે કે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 13.11 ટકા પર રહ્યો. એ જ રીતે ફેબ્રુઆરી 2022માં સતત 11માં મહિને જથ્થાબંધ મોંઘવારી દર બેવડી સંખ્યામાં નોંધાયો. જાન્યુઆરીમાં તે 12.96 ટકા અને ડિસેમ્બર 2021માં 13.56 ટકા પર રહ્યો હતો. 

સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટ મુજબ ગત વર્ષના સમાન મહિનાની સરખામણીમાં મિનરલ ઓઈલ, બેઝિક મેટલ, કેમિકલ, અને કેમિકલ પ્રોડક્ટ્સ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ખાણી પીણીનો સામાન વગેરેના ભાવમાં મુખ્ય રીતે મોંઘવારી દર ઊંચો રહ્યો. 

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.