palanpur city union bank

Palanpur City Union Bank: પાલનપુર ખાતે સીટી યુનિયન બેંકની 707 મી શાખાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ

Palanpur City Union Bank: પાલનપુર ખાતે મૂળ તામિલનાડુ હેડકવાર્ટર ધરાવતી સીટી યુનિયન બેંકની 707 મી શાખાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ…. સીટી યુનીયનના બેંકના ગ્રાહકોને ડીજીટલ વોચ અને કી – ચેઈન અપાશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 25 માર્ચ:
Palanpur City Union Bank: મૂળ તામિલનાડુ હેડકવાર્ટર ધરાવતી સીટી યુનિયન બેંકની 707 મી શાખાનું પાલનપુર ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે. જેને તનુ મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપની નાં મેનેજીંગ ડાયરેક્ટર દિલસુખભાઇ અગ્રવાલ તેમજ ડેન્ટીસ્ટ ડૉ.મોતીભાઇ અગ્રવાલ નાં હસ્તે સીટી યુનિયન બેંક ની 707 મી શાખા નું રીબીન કાપી ને બ્રાંચ ને ખુલ્લી મુકી હતી. આ બેંક દ્વારા પોતાના ગ્રાહકોને ડીજિટલ વોચ અને કી-ચેઈનની સુવિધા આપવામાં આવશે.

જેના થકી પોતે સ્વાઈપ મશીન થી સીધુ જ પેમેન્ટ કરી શકશે. (Palanpur City Union Bank) પાલનપુર એરોમા સર્કલ પાસે આસ્થા કોમપ્લેક્ષ માં શરૂ કરાયેલી દેશ ની સૌપ્રથમ ૧૧૭ વર્ષ જુની આ ખાનંગી બેંક છે અને જેમાં પાલનપુર ખાતે 707 મી શાખાનું શુભારંભ કરાવ્યો હતો. આ ઉદ્દઘાટન પ્રસંગે પાલનપુર સહીત બનાસકાંઠા જીલ્લા નાં અનેક અગ્રણી ઓ ઉપસ્થીત રહ્યા હતા.

Palanpur City Union Bank

Palanpur City Union Bank: ખાસ કરી ને આ બેંક માં સરકારી અને ખાનંગી બેંકો ને અપાતી સુવિધાઓ કરતાં વિશેષ પ્રકાર ની સુવિધા સીટી યુનિયન બેંક દ્વારા પોતાના ગ્રાહકોને આપવામાં આવશે તેમ જણાવાયુ હતુ. ગ્રાહક ને કોઇ પણ જગ્યા એ સ્વાઈપ મશીનમાં પૈસા કપાવવા માટે એટીએમ કાર્ડની જરૂર પડતી હોય છે . પણ સીટી યુનીયનના બેંકના ગ્રાહકોને ડીજીટલ વોચ અને કી – ચેઈન અપાશે ને આ બન્ને વસ્તુઓ થકી કોઈ સ્થળે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે જેમાં એટીએમ કાર્ડની આવશક્તા નહી રહે

આ બેંક દ્વારા અપાતી બન્ને વસ્તુઓ વાઈફાઈ સંચાલીત છે. (Palanpur City Union Bank) તેથી સાઇપ મશીન સામે રાખવાની સાથે જ નાણા સીધે સીધા તેમના ખાતા માંથી સામે વાળા નાં ખાતા માં ટ્રાંસફર થઇ જશે. સીટી યુનિયન બેંક દ્વારા ડીઝીટલ વોંચ અને કિ.ચેઇન બન્ને ઉપક્રમો લોંચ કર્યા છે. તે બેંક સર્વીસ માં કદાચ સૌપ્રથમ વખત હશે. જોકે આ સુવિધા મેળવવાં ગ્રાહકે ડિઝીટલ વોચ માટે રૂ 3000 અને કી – ચેઈન માટે રૂ.૫૦૦ નો અલગથી ચાર્જ ચુકવવાનો રહેશે .આ ઉપરાંત બેંકમાં ૧૦૦ લોકરની પ્રારંભીક શરૂઆત કરવામાં આવી છે. જો લોકર લેવા વધુ ગ્રાહકો ઈચ્છિત હશે તો લોકરની સંખ્યા પણ વધારાશે .

આ પણ વાંચો..Anupam kher angry over kejriwal’s statement: કાશ્મીર ફાઈલ્સને જુઠ્ઠાણુ ગણાવતા કેજરીવાલના નિવેદન પર ભડકયા અનુપમ ખેર

Gujarati banner 01