Gautam Adani

New Deal Of Adani Power: પાવર સેક્ટરમાં મચશે ધમાલ, ગૌતમ અદાણી હવે આ કંપનીને ખરીદવા જઈ રહ્યા!

New Deal Of Adani Power: અદાણી પાવર ટૂંક સમયમાં નાદાર કોસ્ટલ એનર્જનને હસ્તગત કરી શકે છેઃ રિપોર્ટ

બિજનેસ ડેસ્ક, 23 ઓક્ટોબરઃ New Deal Of Adani Power: ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્યમાં હવે વધુ એક નવી કંપની જોડાવા જઈ રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અદાણી જૂથની પાવર કંપની અદાણી પાવર ટૂંક સમયમાં નાદાર કોસ્ટલ એનર્જનને હસ્તગત કરી શકે છે. તેનાથી દક્ષિણના બજારમાં અદાણીનો હિસ્સો વધવાની ધારણા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ, બે દિવસ સુધી ચાલેલી બિડિંગ પ્રક્રિયામાં શનિવારે સાંજે અદાણી પાવરની બિડને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. રિપોર્ટમાં આ મામલા સાથે જોડાયેલા બે લોકોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નાદારી પામેલી પાવર કંપની કોસ્ટલ એનર્જનના ટેકઓવર માટે બિડિંગ પ્રક્રિયા શુક્રવારે બપોરે શરૂ થઈ હતી. પ્રક્રિયા શનિવાર સાંજ સુધી ચાલી હતી અને આ દરમિયાન 18 રાઉન્ડમાં બિડ મૂકવામાં આવી હતી.

અદાણી પાવરને બિડિંગના 18 રાઉન્ડ પછી 19મા રાઉન્ડમાં સફળતા મળી હતી, જ્યારે અન્ય સ્પર્ધકોએ ખસી જવાનો નિર્ણય કર્યો હતો. શેરીશા ટેક્નોલોજિસે બિડિંગમાં ભાગ લીધો ન હતો, જ્યારે જિંદાલ પાવરે 19મા રાઉન્ડમાં કાઉન્ટર બિડ લગાવી ન હતી. છેલ્લા રાઉન્ડમાં, અદાણી પાવરે ડિકી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સાથે મળીને રૂ. 3,440 કરોડની બિડ કરી હતી.

કોસ્ટલ એનર્જનના બંને પ્લાન્ટની ક્ષમતા 6-600 મેગાવોટ…

તમિલનાડુમાં કોસ્ટલ એનર્જનના બે ઓપરેશનલ પાવર પ્લાન્ટ છે. બંને પ્લાન્ટની ક્ષમતા 6-600 મેગાવોટ છે. કંપની પાસે તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન સાથે સક્રિય પાવર ખરીદી કરાર પણ છે, જે સપ્ટેમ્બર 2028 સુધી માન્ય છે.

કોસ્ટલ એનર્જન માટે કર્મચારીઓ અને વિવિધ દેવાદારોના રૂ. 12,247 કરોડના દાવા સ્વીકારવામાં આવ્યા હતા. આ રીતે જોવામાં આવે તો, અદાણીની ઓફર દેવાના દાવાઓના 35 ટકા જેટલી છે. અદાણી પાવરે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

આ પણ વાંચો… L&T Finance Holdings Ltd: L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે કરોડોનો નફો નોંધાવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો