Onion prices may rise

Onion Price Increased: દિવાળીમાં વ્યાપારીઓએ આપી ડુંગળીના ભાવ વધારાની ભેટ

Onion Price Increased: ડુંગળીના ભાવની સાથે ખાવાની થાળીના ભાવ પણ વધી શકે છે

નવી દિલ્હી, 09 નવેમ્બરઃ Onion Price Increased: દેશમાં હાલ દિવાળીના તહેવારની ઉજવણીનો માહોલ છે. પરંતુ આ વચ્ચે ડુંગળી લોકોને રડાવી રહી છે. અગાઉ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. ત્યારે હવે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. દેશના ઘણા વિસ્તારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ. 80ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવની સાથે ખાવાની થાળીના ભાવ પણ વધી શકે છે.

ડુંગળીના ભાવમાં ભડકો

ઓકટોબરમાં ડુંગળીના ઊંચા ભાવને કારણે ખાદ્યપદાર્થોના ભાવ નીચે આવી શક્યા ન હતા. ઓક્ટોબરના બીજા પખવાડિયામાં ડુંગળીની કિંમત પ્રતિ કિલો રૂ.34થી વધીને રૂ. 40 સુધી બોલાઈ હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડાને કારણે શાકાહારી થાળીનો ભાવ ઘટીને રૂ.27.5 થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં પાંચ ટકા અને સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ એક ટકા ઓછો હતો.

રિપોર્ટ્સ અનુસાર, ટામેટાના ભાવમાં 38 ટકા અને બટાકાના ભાવમાં 21 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જે સમગ્ર પરિસ્થિતિમાં સુધારો કરે છે. બીજી તરફ માંસાહારી થાળીની કિંમત પણ વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને રૂ. 58.4 થઈ છે અને સપ્ટેમ્બરની સરખામણીએ 3 ટકા ઓછી છે.

એવું કહેવાય છે કે, સરકારના એલપીજી રાંધણ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને પ્રતિ સિલિન્ડર 953 રૂપિયા કરવાના નિર્ણયથી પણ પરિસ્થિતિમાં મદદ મળી.

આ પણ વાંચો… Mission Honey: લો બોલો! હવેથી મધમાખીઓ પણ કરશે બોર્ડરની સુરક્ષા, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો