Article 370 Banned

Article 370 Banned: એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ પર આ દેશોએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મામલો?

બોલિવુડ ડેસ્ક, 26 ફેબ્રુઆરીઃ Article 370 Banned: અભિનેત્રી યામી ગૌતમની લેટેસ્ટ રિલીઝ થયેલી એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ ચર્ચામાં છે. આ ફિલ્મ કાશ્મીરમાં બંધારણની કલમ 370 હટાવવા પર આધારિત છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારુ પ્રદર્શન કરીને કલેક્શન મેળવવામાં સફળ થઇ છે.

આ પણ વાંચો… Paytm Chairman Resign: પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ આપ્યું રાજીનામું

ગલ્ફ દેશોમાં બોલિવૂડ ફિલ્મોનો ઘણો ક્રેઝ છે અને હિન્દી ફિલ્મોને અહીં ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. એટલું જ નહીં, બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ ગલ્ફ કન્ટ્રીઝમાં પણ થાય છે. તો આવી સ્થિતિમાં ગલ્ફ દેશો ઈરાક, કુવૈત, બહરીન, ઓમાન, કતાર, દોહા, સંયુક્ત આરબ અમીરાત અને સંયુક્ત આરબ અમીરાતમાં ફિલ્મ ‘આર્ટીકલ 370’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ફિલ્મ પર પ્રતિબંધ ઇન્ડસ્ટ્રી માટે ચોક્કસપણે આઘાતજનક છે. ફિલ્મ આર્ટીકલ 370 પર પ્રતિબંધ મૂકવો ખૂબ જ આશ્ચર્યજનક છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો