petrol pump 600x337 1

Petrol Diesel Rate Increase: પેટ્રોલ અને ડીઝલ અત્યારે 5 રૂપિયા વધુ મોંઘુ થઈ શકે LPG ની કીમત પણ વધશે, વાંચો શું થશે તેની અસર?

Petrol Diesel Rate Increase: ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલઆગામી મહિનામાં કિંમતમાં 5 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે

બિઝનેસ, 28 સપ્ટેમ્બરઃPetrol Diesel Rate Increase: અંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ એક વાર ફરી 80 ડૉલરના નજીક પહોંચી ગયુ છે. તેની સાથે જ કૂડ ઓઈલ ત્રણ વર્ષના ઉંચા સ્તર પર પહોંચી ગયુ છે. તેનાથી પહેલા ઑક્તોબર 2018માં આ 78.24 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યો હતો. ક્રૂડ ઑઈલની કીમત વધવાથી પેટ્રોલ ડીઝલની કીમતમાં 5 રૂપિયા સુધી વધી શકે છે.

આગામી દિવસોમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાની કોઈ આશા નથી, કારણ કે વિશ્વભરમાં રસીકરણની ગતિને કારણે ક્રૂડ તેલની માંગ વધી છે. માંગમાં વધારો પુરવઠો મેળ ખાતો નથી. તેનાથી ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. ભારતીય તેલ બજાર પર આની અસર ચોક્કસ છે. ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલઆગામી મહિનામાં કિંમતમાં 5 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ Heavy Rain Alert: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતાઓ, 20 જિલ્લાઓમાં આજે ‘યલો’ અને 6 જિલ્લાઓમાં ‘ઓરેન્જ’ એલર્ટ

ભારતની તેલની આયાત ઓગસ્ટમાં ત્રણ મહિનાની ટોચ પર પહોંચી હતી. તે જ સમયે, જુલાઈમાં તે એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. ભારતીય અર્થતંત્રમાં માંગ બહાર આવવાના સંકેત છે. તજજ્ગ્નોનું કહેવું છે કે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં માંગ વધુ વધી શકે છે.

ક્રૂડ ઓઇલના ભાવ વધારાની અસર:

  • એલપીજીના ભાવમાં વધારો થશે
  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
  • આવશ્યક રસાયણો મોંઘા થશે
  • હવાઈ ઈંધણ મોંઘુ થશે
  • નૂર વધશે6. લુબ્રિકન્ટ, પેઇન્ટ મોંઘા થશે
  • જહાજ, ફેક્ટરીનો ખર્ચ વધશે
  • માર્ગ નિર્માણ ખર્ચમાં વધારો
Whatsapp Join Banner Guj