RBI governer e1675837633929

Petrol rate: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પેટ્રોલ-ડીઝલને લઇને કહી આ વાત, થઇ શકે છે ભાવમાં ઘટાડો?

Petrol rate

બિઝનેસ ડેસ્ક, 23 ફેબ્રુઆરીઃ છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલના ભાવ(Petrol rate)માં વધારો થયો છે,જેના કારણે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ 90 રૂપિયાથી વધુ વેચાઇ રહ્યું છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પેટ્રોલ અને ડીઝલ(Petrol rate)ની કિંમતોમાં ઘટાડો કરવા માટે ઇન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો સૂચવ્યો છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં 60 ટકા કર છે જ્યારે ડીઝલ પર 54 ટકા ટેક્સ છે. પેટ્રોલના ભાવનો મોટો ભાગ કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય દ્વારા વસૂલવામાં આવતી વેટ છે. MPC minutes કાર્યક્રમમાં બોલતા શક્તિકાંત દાસે કહ્યું કે ડિસેમ્બરમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (ખાદ્ય અને બળતણ સિવાય) 5..5 ટકા હતો.

Whatsapp Join Banner Guj

ક્રૂડ ઓઇલના ભાવ(Petrol rate)માં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના દરો(Petrol rate)માં વધારો થઈ રહ્યો છે. મોંઘવારીની અસર ભાવ વધારાને કારણે થઈ રહી છે. પરિવહન ખર્ચ વધ્યો છે, જેના કારણે તેની ગરમી દરેક ક્ષેત્રે પહોંચી રહી છે.આ પહેલા રવિવારે પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને વધતી કિંમત પર કહ્યું હતું કે તેલના ઉત્પાદકો દેશના ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે. આ કારણે તેલની આયાત કરવા વાળા દેશે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે, તેમણે કહ્યું, કોરોનાના કારણે સરકારનું બજેટ ઘણું વધી ગયું છે.

આર્થિક સુધારમાં તેજી લાવવા સરકારે રોકાણ વધારી દીધૂ છે. એ ઉપરાંત કેપિટલ સ્પેન્ડિંગને પણ 34% ટેક્સ વધાર્યો છે. ખર્ચ કરવા માટે સરકારને પૈસાની જરૂરત હોય છે અને એના માટે ટેક્સ કલેક્શન કરે છે. પેટ્રોલ ડીઝલ(Petrol rate) પર કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ વસુલે છે. રાજ્ય સરકાર પણ આ સમયે ખર્ચ વધારી રહી છે, જેના કારણે એનાથી પણ વધુ ટેક્સની જરૂરત હોય છે.

આ પણ વાંચો…

અમદાવાદ શહેર ચૂંટણી તંત્ર મતગણતરી માટે સંપૂર્ણ સજ્જ મતગણતરી(Counting of votes) ની તૈયારીઓને આખરી ઓપ