મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર,PM modi કહ્યું, મા માટી માનુષની વાત કરવાવાળા આ લોકો બંગાળના વિકાસ સામને દિવાલ બનીને ઉભા છે!

PM modi

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને મેદાન એ જંગ જામ્યો છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધું ઘર્ષણ થઇ રહ્યું છે. તેવામાં સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જેમને હૂગલીની અંદર એક સભાને સંબોધિત કરીને મમતા સરકાર પર પ્રહારો કર્યા છે.

ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) પશ્ચિમ બંગાળમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી મેટ્રો રેલના વિસ્તારનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે.વડાપ્રધાને પોતાના ભાષણની શરુઆત બાંગલા ભાષામાં અભિનંદન આપીને કરી હતી. વડાપ્રધાને કહ્યું કે આપ લોકોનો આ ઉત્સાહ અને ઉમંગ કોલકાતાથી લઇને દિલ્હી સુધી એક મોટો સંદેશ આપે છે. હવે પશ્વિમ બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું છે.

વડાપ્રધાને(PM modi) કહ્યું કે આજે આ વીરોની ધરતી પરથી પશ્ચિમ બંગાળ પોતાના ઝડપી વિકાસના સંકલ્પને સિદ્ધ કરવા માટે એક મોટું પગલું લઇ રહ્યો છું. આ પહેલા હું તમને ગેસ કનેક્ટિવિટીનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ આપવા આવ્યો હતો. આજે રેલ અને મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું મહત્વપૂર્ણ કામ શરૂ થવા જઇ રહ્યું છે. આપણા દેશમાં પણ આ કામ દશકો પહેલા થવું જોઇતું હતું.

Whatsapp Join Banner Guj

તેમણે આગળ કહ્યું કે મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે ત્યાર સુધી અહીં જેટલી પણ સરકારો આવી છે, તેમણે આ આખા ક્ષેત્રને તેના હાલ પર જ છોડી દીધું છે. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધરોહરને રઝળવા દીધી છે. વંદે માતરમ ભવન કે જ્યાં બંકિમચંદજી પાંચ વર્ષ સુધી રહ્યા તેની સ્થિતિ પણ દયનીય છે. આ સાથે જ મમતા સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મા માટી માનુષની વાત કરવાવાળા આ લોકો બંગાળના વિકાસ સામને દિવાલ બનીને ઉભા છે.કેન્દ્ર સરકાર ખેડૂતો અને ગરીબોના હકના પૈસા સીધા તેમના ખાતામાં જમા કરાવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની યોજનાઓના પૈસા ટીએમસીના ટાલાબોજની સહમતિ વગર ગરીબો સુધી નથી પહોંચી શકતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહિનાની અંદર આ ત્રીજો બંગાળ પ્રવાસ છે. જો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી કાર્યક્રમમાં સામેલ નહીં થાય. મમતા બે દિવસ બાદ હુગલીમાં જ જનસભા કરીને રાજકીય જવાબ આપવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો…

Petrol rate: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પેટ્રોલ-ડીઝલને લઇને કહી આ વાત, થઇ શકે છે ભાવમાં ઘટાડો?