ippb 759

સરકારે ગ્રાહકો માટે લીધો મહત્વનો નિર્ણય, ખાનગી બેંકમાં પણ મળશે પોસ્ટ ઓફિસ(Post office)ની બચત યોજનાઓ

Post office

બિઝનેસ ડેસ્ક, 25 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ નાણામંત્રીએ ટ્વિટર માધ્યમથી જાણકારી આપતા કહ્યું કે, સરકારે પ્રાઇવેટ બેંકને પણ લીલીઝંડી આપી દીધી છે. સરકારના આ પગલાથી ગ્રાહકોને પણ ફાયદો મળશે. ગ્રાહકો માટે નવો વિકલ્પ(Post office) ઉભો થશે. આ પગલાથી ગ્રાહક સુવિધા વધુ સારી બનશે. પ્રતિસ્પર્ધા વધારવા અને કસ્ટમ સર્વિસીસના સ્ટાંડર્ડમાં વધુ કાર્યક્ષમતાની આશા છે. આ પહેલા પ્રાઈવેટ સેક્ટરના અમૂક પસંદગીની બેંકોને જ આ અંગે મંજૂરી મળી છે. હવે નાણાંમંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે તમામ ખાનગી બેંક સરકારી બિઝનેસમાં પાર્ટિસિપેટ કરી શકશે. આ પગલાથી અર્થવ્યવસ્થાને પણ બુસ્ટ મળવાની આશા છે.

Whatsapp Join Banner Guj

નાણાંમંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી સોશ્યલ સેક્ટરમાં સરકારની પહેલને આગળ લઈને અને ગ્રાહક સુવિધાને સારી બનાવી હવે પ્રાઈવેટ બેંક પણ ભારતની અર્તવ્યવસ્થાના વિકાસમાં બરાબરની ભાગીદારી બનાવી શકે છે. નાણાંમંત્રાલયે નાણાંકિય સેવા વિભાગ તરફથી એક નિવેદન જાહેર કરી આ અંગે જણાવ્યું છે સાથે જ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.

આ નિર્ણય બાદ સરકારી યોજનાઓ અમૂક પોસ્ટ ઓફિસ(Post office)ની બચત યોજનાઓને હવે પ્રાઈવેટ બેંક લોન્ચ કરી શકશે. પ્રાઈવેટ બેંકો પર રોક હટાવ્યા બાદ પેંશન પેમેન્ટ, સ્મોલ સેવિંગ સ્કીમ્સ, સરકાર સાથે જોડાયેલ બેંકિંગ ટ્રાન્ઝેક્શનને પ્રાઈવેટ બેંક દ્વારા પણ કરી શકાશે. સરકાર તરફથી રોક હટાવ્યા બાદ નવા અધિકારોને પોતાના માટે ભારતીય બેંક પર પણ કોઈ પાબંદી નહીં હોય હવે પ્રાઈવેટ બેંક પણ સરકારના આર્થિક અને સામાજિક એજન્ડામાં બરાબરના ભાગીકાર હશે.

આ પણ વાંચો…

સીએમ રુપાણીએ કહ્યું, ગુજરાતમાં લવજેહાદ(Love jihad law) સામે કાયદો લાવીશું, ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી- જુઓ વીડિયો