praveg q3

Praveg communication Declaration of dividend: પ્રવેગ કોમ્યુનિકેશન નવા ક્ષેત્ર મા રોકાણ કરશે; નફો વધતા 40% ડિવિડન્ડ ની જાહેરાત

Praveg communication Declaration of dividend: ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13.23% વધીને રૂ. 12.23 કરોડ, 40% ડિવિડન્ડની જાહેરાત

અમદાવાદ, 24 મે: Praveg communication Declaration of dividend: પ્રવેગ કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડે તેના 31 માર્ચ, 2022 ના રોજ પુરા થતાં ક્વાર્ટર તથા વર્ષના પરિણામોની  જાહેરાત 24 મે, 2022 ના રોજ કરી રૂ. 12.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના નફા રૂ. 10.80 કરોડથી 13.23%ના  દરે વધારો દર્શાવે છે.ગયા વર્ષની આવક રૂ. 45.27 કરોડની સરખામણીમાં કંપની દ્વારા 31 માર્ચ, 2022ના રોજ પુરા થતાં વર્ષ  માટે  દર્શાવવામાં આવેલ આવક રૂ. 44.99 કરોડ છે જે કંપનીની સ્થિરતા દર્શાવે છે. ઉપરાંત કંપનીના બોર્ડ દ્વારા ઈકવીટી શેરદીઠ રૂ. 4ના ડિવિડન્ડ માટે ભલામણ કરવામાં આવી છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પારસ પટેલે જણાવ્યું હતું કે, “કંપનીના રીઝલ્ટ્સ અમારી અપેક્ષા મુજબ ખુબ જ સંતોષકારક રહ્યા.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંપની આવનારા સમયમાં વેગવાન વૃદ્ધિ હાંસલ કરવા માટે તૈયાર છે.પ્રવેગ કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડ એક્ઝિબિશન મેનેજમેન્ટ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી તેમજ પબ્લિકેશન જેવા  વિવિધ બિઝનેસ  ક્ષેત્રોમાં તેના મજબૂત નેતૃત્વ માટે પ્રખ્યાત છે.

કંપની તેના હોસ્પિટાલિટી પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે અમદાવાદ, ઉદયપુર, રણથંભોર,જવાઈ ડેમ તથા વેળાવદર ખાતે વિશ્વ કક્ષાના રિસોર્ટ્સ બનાવવાની તૈયારીમાં છે. આગલા ચરણમાં, કંપની દ્વારા 10 નવા રિસોર્ટ્સની સ્થાપના કરવામાં આવશે કે જે ભારતના વિશેષ રિસોર્ટ્સ હશે.

બહુવિધ વૃદ્ધિ માટે પ્રવેગ મીડિયા ક્ષેત્રમાં તેની ટુંક સમયમાં લોન્ચ થનાર પ્રવેગ ટીવી તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ તથા રીઅલ એસ્ટેટ માર્કેટીંગના ક્ષેત્રોમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો..Address by the PM of Japan at the AMA: અમદાવાદી ગૌરવની ક્ષણ અમદાવાદ એ.એમ.એ.માં જાપાનમાં વડાપ્રધાન તરફથી સંબોધનમાં પ્રેમપૂર્વક ઉલ્લેખ મળ્યો

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *