Gujarat titans final millar

Gujarat Titans in the final: હાર્દિક પંડ્યાની સેનાએ કર્યો કમાલ, ગુજરાત ટાઈટન્સ ફાઇનલમાં

કોલકત્તા, 24 મે: Gujarat Titans in the final: હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે કમાલ કરતા આઈપીએલ-2022ની પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપી ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ હવે પોતાના ઘરઆંગણે 29 મેએ ફાઇનલ મેચ રમશે. તો પરાજય બાદ પણ રાજસ્થાન રોયલ્સને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે.

Gujarat Titans in the final
pic credit: gujarat titans twitter

Gujarat Titans in the final: હવે રાજસ્થાન રોયલ્સની ટીમ એલિમિનેટરની વિજેતા સામે શુક્રવારે ટકરાશે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.3 ઓવરમાં 3 વિકેટે 191 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરની વિજયી ભાગીદારી: ગુજરાતે 85 રનમાં ત્રણ વિકેટ બનાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે ચોથી વિકેટ માટે અણનમ 106 રનની ભાગીદારી કરી ગુજરાતને શાનદાર જીત અપાવી હતી. ડેવિડ મિલરે 38 બોલમાં 5 છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ 68 રન બનાવ્યા હતા. તો હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 40 રન ફટકાર્યા હતા.

રાજસ્થાન રોયલ્સ માટે આ સીઝનમાં જોસ બટલરનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. જોશ બટલરે સીઝનની પ્રથમ 7 મેચમાં જ ત્રણ સદી ફટકારી દીધી હતી. પરંતુ લીગની છેલ્લી સાત મેચમાં તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું. પરંતુ આજે ક્વોલિફાયર મુકાબલામાં જોશ બટલરે ઉપયોગી ઈનિંગ રમી હતી. બટલરનું બેટ 16મી ઓવર સુધી શાંત રહ્યુ પરંતુ અંતિમ ચાર ઓવરમાં ફટકાબાજી કરી હતી. બટલરે 56 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 89 રન ફટકાર્યા છે. આ સાથે બટલર આઈપીએલ-2022માં 700 રન ફટકારનાર પ્રથમ બેટર છે. 

 આ પણ વાંચો..Praveg communication Declaration of dividend: પ્રવેગ કોમ્યુનિકેશન નવા ક્ષેત્ર મા રોકાણ કરશે; નફો વધતા 40% ડિવિડન્ડ ની જાહેરાત

Gujarati banner 01