Prices of vegetables

Prices of vegetables:સામાન્ય માણસોને મોંઘવારીનો માર- તહેવારોની વચ્ચે શાકભાજીના ભાવ આસમાને, વાંચો વિગત

Prices of vegetables: ભારે વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટવા અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યાં છે

બિઝનેસ ડેસ્ક, 14 ઓક્ટોબરઃPrices of vegetables: મહારાષ્ટ્ર અને હરિયાણામાં કમોસમી વરસાદને કારણે પુરવઠો ઘટતા મેટ્રો શહેરોના રીટેલ બજારોમાં ટામેટાના ભાવ વધીને ૭૨ રૂપિયા સુધીનો થઇ ગયો છે. મેટ્રો શહેરો પૈકી કોલકાતામાં ૧૨ ઓક્ટોબરના રોજ ટામેટાના સૌથી વધુ ભાવ ૭૨ રૂપિયા થઇ ગયો હતો. એક મહિના અગાઉ એક કિલો ટામેટાનો ભાવ ૩૮ રૂપિયા હતો.

તહેવારોની સિઝન અગાઉ શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટવા અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યાં છે. કોથમીરનો ભાવ વધીને ૨૦૦ રૂપિયા થઇ ગયો છે. 

દિલ્હીના રીટેલ બજારોમાં ડુંગળીના ભાવ વધીને ૫૦ રૂપિયા થઇ ગયો છે. જે અગાઉ ૩૫ અને ૪૦ રૂપિયા હતો. દિલ્હીની ગાઝીપુર મંડીના ચેરમેન એસ પી ગુપ્તાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. 

દિલ્હી અને ચેન્નાઇમાં ટામેટાનો રીટેલ ભાવ વધીને ૫૭ રૂપિયા થઇ ગયો છે. એક મહિના અગાઉ દિલ્હીમાં એક કીલો ટામેટાનો ભાવ ૩૦ રૂપિયા અને ચેન્નાઇમાં એક કીલો ટામેટાનો ભાવ ૨૦ રૂપિયા હતો તેમ કન્ઝ્યુમર બાબતો મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ The importance of Havan: જાણો, ડો.મૌલી રાવલ પાસેથી નવરાત્રીની આઠમ અને નોમ મા થતા હવનનું મહત્વ

આ આંકડા મુજબ મુંબઇમાં એક કીલો ટામેટાનો ભાવ વધીને ૫૩ રૂપિયા થઇ ગયોે છે. એક મહિના અગાઉ મુંબઇમાં એક કીલો ટામેટાનો ભાવ ૧૫ રૂપિયા હતો. ટામેટાનો રીટેલ ભાવ ગુણવત્તા અને વિસ્તાર પર આધાર રાખે છે. 

આઝાદપુર ટામેટા એસોસિએશનના પ્રમુખ અશોક કૌશિકના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થતાં પુરવઠો ઘટી ગયો છે. જેના કારણે હોલસેલ અને રીટેલ બંનેમાં ટામેટાના ભાવ વધી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આવેલી આઝાદપુર મંડી ફળો અને શાકભાજી માટે એશિયાનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. કમોસમી વરસાદને કારણે ટામેટાના ૬૦ ટકા પાકને નુકસાન થયું છે. ચીન પછી ભારત વિશ્વનું બીજા નંબરનું ટામેટા ઉત્પાદક દેશ છે. 

Whatsapp Join Banner Guj