રોકાણકારો ખાસ વાંચોઃ શૅરબજારની તેજી ખોટી તેજી છે, રિઝર્વ બૅન્કે કરી ચોખવટ- વાંચો શું કહેવુ છે RBIનું…!

બિઝનેસ ડેસ્ક, 28 મેઃRBI: એક તરફ ભારત દેશમાં મંદીનાં વાદળો છવાયેલાં છે ત્યારે બીજી તરફ શૅરબજારમાં જોરદાર તેજીનો પવન ફૂંકાયો છે. આજની તારીખમાં અનેક લોકો એવા છે જેની કમાણી ઓછી થવાને કારણે શૅરબજારમાં રોકાણ કરીને પૈસા કમાઈ લેવા માગે છે, પરંતુ હકીકત આના કરતાં વિપરીત છે. આજની તારીખમાં શૅરબજારમાં જે તેજી દેખાઈ રહી છે એ ખોટી તેજી છે. જે વ્યક્તિ આ તેજીમાં ઊંચી કિંમતે શૅર ખરીદશે તે પસ્તાશે. RBIએ રોકાણકારો માટે ખાસ ચોખવટ કરીને સાવધાન રહેવા કહ્યું છે.

RBI

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)એ સ્પષ્ટ શબ્દોમાં આ સંદર્ભે ચેતવણી આપી દીધી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શૅરોના ભાવ જે રીતે વધી રહ્યા છે એને વિકાસ સાથે કોઈ સંબંધ નથી. આથી આ ભાવ પરપોટાની જેમ ફૂટી જશે.

RBI

આ પણ વાંચો…..

ટૂલકિટ કેસઃ ભારત સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) વચ્ચે તણાતણી યથાવત, દિલ્હી પોલીસે ટ્વિટર પર લગાવ્યો ખોટું બોલવાનો આરોપ